Get The App

દિગ્ગજ મહિલા સાંસદનું રાજ્યસભામાંથી રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
દિગ્ગજ મહિલા સાંસદનું રાજ્યસભામાંથી રાજીનામું,  ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ 1 - image


BJP MP Resign | બીજુ જનતા દળ (BJD)ના નેતા મમતા મોહંતાએ રાજ્યસભા અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન જ તેમની ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને લખેલા પત્રમાં મમતા મોહંતાએ કહ્યું કે તેમણે આ નિર્ણય ખૂબ જ સમજી-વિચાર્યા બાદ લીધો છે. ધનખડે તાત્કાલિક અસરથી મોહંતાનું રાજીનામું સ્વીકારી લીધું છે.

ધનખડ શું બોલ્યાં? 

ધનખડે કહ્યું કે મને વ્યક્તિગત રૂપે પત્ર સોંપીને તેમણે તેમની સીટ પરથી રાજીનામું આપ્યું છે. હું તેને બંધારણીય રીતે વાજબી માનું છું. મેં ઓડિશા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી સભ્ય મમતા મોહંતાનું તાત્કાલિક અસરથી રાજીનામું સ્વીકાર્યું છે.

બીજેડી પ્રમુખને લખ્યો પત્ર 

દરમિયાન, બીજેડી પ્રમુખ નવીન પટનાયકને લખેલા રાજીનામાના પત્રમાં મોહંતાએ કહ્યું કે મને લાગે છે કે પાર્ટીમાં હવે મારી અને મારા સમુદાયની સેવા કરવાની કોઈ જરૂર નથી. મયુરભંજના લોકોની સેવા કરવાનો અને ઓડિશાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાની તક આપવા બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

દિગ્ગજ મહિલા સાંસદનું રાજ્યસભામાંથી રાજીનામું,  ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ 2 - image


Google NewsGoogle News