Get The App

ભાજપ અને વિપક્ષના ધારાસભ્યો બાખડ્યાં, હોબાળા વચ્ચે આ રાજ્યની વિધાનસભામાં મચાવી તોડફોડ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
Odisha Assembly, in Bhubaneswar
Image : IANS (File pic)

Odisha Budget Session 2024: ઓડિશા વિધાનસભાના અધિવેશનમાં બજેટ સત્ર દરમિયાન બીજા જ દિવસે રાજ્યપાલ રઘુવર દાસ (Odisha Governor Raghuvar Das) ના દીકરા લલિત કુમાર   (Raghuvar Das son Lalit Kumar) સામે કાર્યવાહીની માગ સાથે જોરદાર હોબાળો મચ્યો હતો. આ દરમિયાન ભાજપ અને બીજેડીના ધારાસભ્યો વચ્ચે જોરદાર બબાલના દૃશ્યો સર્જાયા હતા. 

ભાજપ અને બીજેડીના ધારાસભ્યો વચ્ચે બબાલ 

હોબાળા અને નારોબાજી વચ્ચે બીજેડીના ધારાસભ્ય ધ્રૂવ સાહુએ વિધાનસભા અધ્યક્ષ સુરમા પાઢીના પોડિયમ પર ચઢીને તેમનું માઈક જ તોડી નાખ્યું. પ્રશ્નકાળ શરૂ થતાં જ બીજેડીના ધારાસભ્ય ગૃહના મધ્યમાં આવી ગયા હતા અને રાજ્યપાલના દીકરા સામે કાર્યવાહીની માગ કરવા લાગ્યા હતા. તેમણે 'ક્યાં ગઇ ઓડિયાની અસ્મિતા...' એવી નારેબાજી પણ કરી હતી. જેના લીધે બીજેડી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે જોરદાર ખટપટ જોવા મળી હતી.

આ પણ વાંચો : ભારતને જોરદાર ઝટકો, પેરિસ પેરાલિમ્પિક્સ પહેલા મધ્યપ્રદેશના 3 એથલીટ ડોપ ટેસ્ટમાં ફેલ

ગૃહની કાર્યવાહી અટકાવવી પડી 

ભાજપ અને બીજેડીના ધારાસભ્યોની વધતી બબાલને જોતાં ગૃહને અટકાવવાની અને આવતીકાલ સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. વિધાનસભા અધ્યક્ષે આ મામલે ત્વરિત જ જાહેરાત કરી દીધી હતી. બીજેડીના ધારાસભ્યોએ તપાસ સામે સવાલ ઊઠાવતા કહ્યું હતું કે કાયદા મંત્રી કહે છે કે તેઓ રાજ્યપાલના દીકરા મામલે તપાસ કરી રહ્યા છે. જો જિલ્લા જજ તપાસ કરી રહ્યા છે તો પોલીસ અધિકારીઓ ક્યાં જતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજભવનમાં ફરજ પર તત્કાલીન એએસઓ બૈકુંઠ પ્રધાને રાજ્યપાલ રઘુવર દાસના દીકરા લલિત કુમાર પર રાજભવનમાં મારપીટ કરવાનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો : મહિલાઓનાં ઘરેણાં વેચવા પર હવે વધુ ટેક્સ, કરમાં બજેટ ખોરવી નાખતી જોગવાઈઓ

ભાજપ અને વિપક્ષના ધારાસભ્યો બાખડ્યાં, હોબાળા વચ્ચે આ રાજ્યની વિધાનસભામાં મચાવી તોડફોડ 2 - image


Google NewsGoogle News