JDS બાદ વધુ એક પક્ષ NDAમાં સામેલ થવાની તૈયારીમાં ! આ નેતાએ PM મોદીના કર્યા ભરપુર વખાણ

બીજૂ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે કહ્યું, ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા કામ કરી રહ્યા છે પીએમ મોદી

પટનાયકે સતત મોદીના વખાણ કરતા ચૂંટણી પહેલા તેમનો પક્ષ બીજુ જનતા દળ એનડીએમાં સામેલ થવાની અટકળો

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
JDS બાદ વધુ એક પક્ષ NDAમાં સામેલ થવાની તૈયારીમાં ! આ નેતાએ PM મોદીના કર્યા ભરપુર વખાણ 1 - image

નવી દિલ્હી, તા.25 સપ્ટેમ્બર-2023, સોમવાર

ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. એક તરફ NDA પોતાનામાં ઘણા પક્ષો જોડવામાં લાગી ગયું છે, તો બીજીતરફ INDIA ગઠબંધન મોદી સરકારને લોકસભામાં પડકાર ફેકતા તનતોડ મહેનત કરી રહ્યું છે. કર્ણાટકમાં તેમની સરકાર જતી રહી, પરંતુ તેમણે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી JDSને પોતાના સામેલ કરી દીધા... તો હવે એવી માહિતી મળી રહી છે કે, એનડીએમાં ટુંક સમયમાં વધુ એક મોટા પક્ષની એન્ટ્રી થવાની સંભાવના છે.

ઓડિશાના CMએ મોદીના કર્યા ભરપુર વખાણ

વાસ્તવમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ ઓડિશાના મુખ્યમંત્રીએ પીએમ મોદીના ભરપુર વખાણ કર્યા હતા. જોકે આ આશ્ચર્યજનક બાબત નથી, કારણ કે ઘણા પક્ષોના નેતાઓ સમયે-સમયે મોદીના વખાણ કરતા રહ્યા છે. શશિ થરૂર પણ ઘણી વખત મોદીનું સમર્થન કી ચુક્યા છે.

નવીન પટનાયકના નિર્ણયો સૌને ચોંકાવનારા

છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી ટી.એસ.દેવે મોદીના વખાણ કર્યા તો તેમણે માફી માગવી પડી હતી, પરંતુ શશિ થરુર સાથે આવું નથી... એટલું જ નહીં શરદ પવાર પણ મોદી સાથે ઘણી વખત જોવા મળ્યા છે, તેમ છતાં કોઈને પણ આશ્ચર્ય પામતા નથી, પરંતુ નવીન પટનાયક આ નેતાઓથી બિલકુલ અલગ છે. નવીન પટનાયકે હંમેશા મોદી સરકાર માટે સંકટ મોચનની ભુમિકા નિભાવી છે. રાજ્યસભાના અધ્યક્ષની ચૂંટણી હોય અથવા ઉપલા ગૃહમાં રજૂ થનાર બિલ હોય... નવીન પટનાયક પોતાના નિર્ણયથી સૌને ચોંકાવ્યા છે... બીજૂ જનતા દળ (BJD) અધ્યક્ષ નવીન પટનાયકે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કરતા કહ્યું કે, તેઓ ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા કામ કરી રહ્યા છે, પટનાયકે પીએમ મોદીએ ભ્રષ્ટાચાર નાબુદી માટે ઉઠાવેલ પગલાના વખાણ કર્યા....

પટનાયકે મહિલા આરક્ષણ બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી

તાજેતરમાં જ ભુવનેશ્વરમાં આડિશા સાહિત્ય સમારોહમાં CM પટનાયકે મહિલા આરક્ષણ બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેમણે દાવો કર્યો કે, બીજૂ જનતા દળે 2019માં 33 ટકા મહિલાઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી હતી. નવીન પટનાયક હંમેશા મોદી-શાહની રણનીતિ અપનાવતા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા બીજુ જનતા દળ એનડીએનો હિસ્સો બનવાની અટકળોએ વેગ પકડ્યો છે.


Google NewsGoogle News