UN, WHO, WTO જેવી સંસ્થાઓનો વૈશ્વિક સ્તરે પ્રભાવ ઘટ્યો, નાણા મંત્રીનું મોટું નિવેદન

વૈશ્વિક અર્થતંત્ર હાલ પડકારોનો સામનો કરી રહ્યું છે : RBI ગવર્નર

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
UN, WHO, WTO જેવી સંસ્થાઓનો વૈશ્વિક સ્તરે પ્રભાવ ઘટ્યો, નાણા મંત્રીનું મોટું નિવેદન 1 - image


Kautilya Economic Conclave : દિલ્હીમાં 'કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ'નું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજરી આપી ઉપરાંત તેમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રીએ બહુપક્ષીય સંસ્થાઓ પર નિરાશા વ્યક્ત કરી હતી.  

બહુપક્ષીય સંસ્થાઓની અસરકારકતા ઘટી : નાણા મંત્રી 

તેમણે સંબોધનમાં જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે માત્ર બેંકો જ નહીં, પણ બહુપક્ષીય સંસ્થાઓ સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અન્ય કોઈપણ સંસ્થા જેમ કે WHO, WTO ઓછી અસરકારક બનતી જાય છે. 

વૈશ્વિક અર્થતંત્ર હાલ પડકારોનો સામનો કરી રહ્યું છે : RBI ગવર્નર

ઉપરાંત આ સંમેલનમાં RBI ગવર્નરે પણ હાજરી આપી હતી. તેમણે સંબોધનમાં કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્ર હાલ પડકારોનો સામનો કરી રહ્યું છે. ફુગાવો, ધીમી વૃદ્ધિ , નાણાકીય સ્થિરતાના છુપાયેલા જોખમો વગેરે જેવી પરિસ્થિતિ વૈશ્વિક સ્તરે પડકારજનક બની છે. કેટલીક કેન્દ્રીય બેંકોએ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કર્યો છે. નાણાકીય સ્થિરતાની જરૂરિયાતો વચ્ચે સંઘર્ષ ઊભો થઈ શકે છે, પરંતુ નીતિ નિર્માતાઓએ સંતુલન જાળવી વેપાર કરવો જોઈએ કારણ કે તે ઓળખવું મહત્વપૂર્ણ છે કે ભાવ અને નાણાકીય સ્થિરતા લાંબાગાળે એકબીજાને મજબૂત બનાવે છે.


Google NewsGoogle News