બિશ્નોઈ ગેંગે અભિનવ અરોરાને આપી ધમકી, બાળકના માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો મામલો
Image: Facebook
Social Media Influencer Abhinav Arora: મથુરા પોલીસે 'બાળ સંત' ના નામથી ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અભિનવ અરોરા તરફથી આપવામાં આવેલી માહિતીના આધારે કેસ નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને હત્યાની ધમકી મળવાને લઈને અભિનવ અરોરાના માતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ પણ લેવામાં આવ્યુ હતું.
અભિનવ અરોરા તરફથી પોલીસ પાસે ફરિયાદ નોંધાવવામાં આવી કે '7 યુટ્યૂબર્સે મને ટ્રોલ કરતાં અપમાનજનક વીડિયો બનાવ્યા, જે બાદથી મને નફરતભર્યા કોલ અને મેસેજ આવવા લાગ્યા.' જેની પર પોલીસે આ સંબંધિત BNS ની કલમ 351(4) હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: VIDEO: ગાઝિયાબાદ કોર્ટમાં બબાલ, પોલીસ-વકીલો વચ્ચે મારામારી, પોલીસ ચોકીને આગચંપી
અભિનવના માતા જ્યોતિ અરોડા તરફથી આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં કહેવામાં આવ્યું કે 'અભિનવ એક ઈન્ફ્લુએન્સર છે. તેના અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ છે અને લાખો ફોલોઅર્સ છે. ઘણા વર્ષોથી તે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામની ભક્તિનો પ્રચાર કરી રહ્યો છે પરંતુ અમુક દિવસોથી તેને ધમકીઓ આપવામાં આવી રહી છે. અભિનવ અરોડાને આ મહિનાની શરૂઆતમાં 7 યુટ્યૂબર્સે ટ્રોલ કર્યો હતો. આ વીડિયોમાં અભિનવને ટાર્ગેટ કરતાં અપમાનજનક સામગ્રી પીરસવામાં આવી. જેના કારણે અમને નફરતભર્યા કોલ અને મેસેજ મળવા લાગ્યા પરંતુ હદ ત્યારે થઈ જ્યારે અમને અલગ-અલગ નંબરોથી હત્યાની ધમકીઓ મળવા લાગી. હત્યાની ધમકી આપનારે પોતાને લોરેન્સ ગેંગના ગણાવ્યા.'
હાલ મથુરા પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતાં ફરિયાદ નોંધી છે. એસપીનું કહેવું છે કે 'યુટ્યૂબર અભિનવ અરોરા તરફથી આપવામાં આવેલી માહિતીના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવાઈ છે. આગળ આ મામલે જે પણ તથ્ય સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.'