સલીમ ખાનના નિવેદન પર બિશ્નોઈ સમાજમાં રોષ, સલમાનનું પૂતળું સળગાવી આપી ચેતવણી
Bishnoi Community On Salman Khan : સલીમ ખાનના નિવેદન પર બિશ્નોઈ સમાજમાં રોષ જોવા મળી રહી છે, ત્યારે બિશ્નોઈ સમાજે શુક્રવારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનના પૂતળા સળગાવ્યાં. સલીમ ખાતે નિવેદનમાં તેમનો પુત્ર કાળિયાર શિકાર કેસમાં 'નિર્દોષ' હોવા અંગેનું નિવેદન આપ્યું હતું. જો કે, આ કેસમાં અભિનેતા સલમાન ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ બિશ્નોઈ સમાજ ઈચ્છે છે કે તે કાળા હરણના શિકાર માટે માફી માંગે.
તાજેતરમાં સલીમ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'તેમના દિકરા સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો નથી.' જેને લઈને જોધપુરમાં આયોજિત વિરોધ પ્રદર્શનમાં બિશ્નોઈ સમાજના અનેક લોકોએ ભાગ લીધો હતો. જેમાં તેઓ બિશ્નોઈ ધર્મના સ્થાપના દિવસે અલગ-અલગ સ્થળોએ એકત્ર થશે.
...તો સનાતન હિન્દુ સમાજ વતી આંદોલન કરાશે
બિશ્નોઈ સમાજના લોકોએ જણાવ્યું કે, જો સલમાન ખાન કાળિયારનો શિકાર નથી કર્યો તો તેને કેસ લડવા માટે દિલ્હી, મુંબઈ અને જોધપુરના વકીલ કેમ બોલાવવા પડ્યા? આ સાથે બિશ્નોઈ સમાજે સલમાન ખાન વિરુદ્ધમાં પ્રદર્શન કર્યુ અને ચેતવણી આપી કે જો સલમાન ખાન માફી નહીં માગે તો સનાતન હિન્દુ સમાજ વતી આંદોલન કરવામાં આવશે.
અમે એવી રીતે કોઈને બદનામ કરતા નથી
બિશ્નોઈ સમાજએ કહ્યું કે, 'સલમાન ખાનના પિતાએ દાવો કર્યો છે કે તેમના દિકરાએ કાળિયારનો શિકાર કર્યો નથી. અમે તેમને જણાવવા માંગીએ છીએ કે, અમે બિશ્નોઈ છીએ, અમે એવી રીતે કોઈને બદનામ કરતા નથી. આજથી 26 વર્ષ પહેલા કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે બિશ્નોઈ સમાજના તત્કાલિન ધારાસભ્ય સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સલીમ ખાન ખોટું નિવેદન આપીને લોકોને ગેરમાર્ગે દોરી શકે નહીં.'
લોરેન્સ બિશ્નોઈ સમાજના 29 નિયમોનું પાલન કરે છે.
તેમણે કહ્યું, સલીમ ખાનના નિવેદનથી સમગ્ર સમાજ દુઃખી થયો છે. અમે કાળિયાર કેસમાં ન્યાય મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. અમે રસ્તાઓ પર વિરોધ પણ કરીશું. સમાજના લોકોએ એમ પણ કહ્યું કે, લોરેન્સ બિશ્નોઈ તેમના સમાજના છે અને સમાજ દ્વારા નક્કી કરાયેલા તમામ 29 નિયમોનું પાલન કરે છે.
સલમાનને હાલમાં જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકીઓ મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેવામાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈએ શૂટરોના સંપર્કમાં હતો, જેણે 12 ઑક્ટોબરે NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીની તેમના પુત્રની ઑફિસની બહાર હત્યા કરી હતી.