મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂ: હજારો મરઘાઓના શંકાસ્પદ મોતથી હડકંપ, ઍલર્ટ જાહેર
Image: Facebook
Bird Flu in Maharashtra: મહારાષ્ટ્રમાં એક વખત ફરી બર્ડ ફ્લૂનું જોખમ વધતું જઈ રહ્યું છે. ત્યાં કારંજા તાલુકાના ખેર્ડા (જિરાપુરે) ગામના એક પોલ્ટ્રી ફાર્મમાં 8,000 માંથી 6,831 મરઘીઓના રહસ્યમયી મોત બાદ તંત્ર સતર્ક થઈ ગયું છે. 27 ફેબ્રુઆરીએ આવેલા રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે આ મોત બર્ડ ફ્લૂ સંક્રમણના કારણે થયું છે. તે બાદ જિલ્લા તંત્રએ તાત્કાલિક હાઇ ઍલર્ટ જારી કરી દીધું છે.
20થી 25 ફેબ્રુઆરીની વચ્ચે પોલ્ટ્રી ફાર્મમાં સતત મરઘીઓના મોત થઈ રહ્યા હતા. મૃત મરઘીઓના સેમ્પલ અકોલાની પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. તે બાદ પૂણે સ્થિત રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા અને ભોપાલની પ્રયોગશાળામાં પણ વિસ્તૃત તપાસ થઈ. 27 ફેબ્રુઆરીએ રિપોર્ટમાં H5N1 વાઇરસ(બર્ડ ફ્લૂ)ની પુષ્ટિ થઈ.
મરઘીઓને નષ્ટ કરવામાં આવશે
રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રભાવિત વિસ્તારને સેનિટાઇઝ કરવાનું અભિયાન ઝડપી કરી દેવાયું છે. તંત્ર બાકીની મરઘીઓને ખતમ કરવામાં લાગેલું છે. રિપોર્ટ બાદ પોલ્ટ્રી ફાર્મથી મરઘીઓની અવર-જવર અને વેચાણ પર રોક લગાવી દેવાઈ છે. દરેક તાલુકામાં અધિકારીની નજરમાં વિશેષ સમિતિઓ રચના કરવામાં આવી છે. કલેક્ટર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી બર્ડ ફ્લૂના ફેલાવા વિરુદ્ધ નિવારણ ઉપાયોને લાગુ કરવાના આદેશ જારી કર્યા હતા.
ઝડપથી વધી રહ્યો છે બર્ડ ફ્લૂ
આ વાઇરસે છેલ્લા બે વર્ષોમાં વિશ્વના ઘણા દેશોમાં લાખો પક્ષીઓનો સફાયો કર્યો છે અને માત્ર પક્ષી જ નહીં, ઘણા જાનવરોને પણ ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે જેમાં ઓટર, સીલ, હાર્બર પોર્પસ અને શિયાળનો સમાવેશ થાય છે.
સંક્રમિત પક્ષીઓની નજીક રહેવાથી આ બીમારી ઝડપથી ફેલાય છે. બર્ડ ફ્લૂ જે એવિયન ઈન્ફ્લૂએન્ઝાના નામથી પણ જાણીતું છે. સંક્રમિત પક્ષીઓ કે તેની ગંદકીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી માણસોમાં પણ ઝડપથી ફેલાય છે.