Get The App

કોરોનાથી પણ ઘાતક બીમારીએ વિશ્વના દેશોની ચિંતા વધારી, કુલ દર્દીમાંથી 50%ના મોતથી ખળભળાટ

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
કોરોનાથી પણ ઘાતક બીમારીએ વિશ્વના દેશોની ચિંતા વધારી, કુલ દર્દીમાંથી 50%ના મોતથી ખળભળાટ 1 - image


Bird flu H5N1 : ડોક્ટરોએ અને આરોગ્ય નિષ્ણાંતોએ બર્ડ ફ્લૂ H5N1ને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ નવો રોગ કોરોના મહારમારીથી પણ 100 ઘણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે પ્રબળ સંભાવના વ્યક્ત કરતા કહ્યું છે કે, આ રોગમાં સપડાયેલ અડધા વધુ દર્દીનું મોત પણ થઈ શકે છે અને આ વાયરસ વૈશ્વિક મહામારી બની શકે છે.

H5N1 કોરોનાથી પણ ઘાતક

પેન્સિલવેનિયાના પિટ્સબર્ગના ટોચના બર્ડ ફ્લૂ સંશોધનકર્તા ડૉ.સુરેશ કુચિપુડીએ ચેતવણી આપતા કહ્યું છે કે, H5N1 મનુષ્યો ઉપરાંત ઘણા સ્તરધારી જાનવરોને પણ સંક્રમિક કરી શકવાની શક્તિ ધરાવતો હોવાથી વિશ્વભરમાં મહામારી ફેલાવાઈ શકે છે. આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના સલાહકાર જૉન ફુલ્ટને પણ કહ્યું છે કે, ‘જો મહામારી વધશે તો ઘણુ ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. આ રોગ કોવિડથી પણ વઘુ ઘાતક બની શકે છે. એવું લાગી રહ્યું છે કે, કોવિડથી 100 ઘણી વધુ ખરાબ સ્થિતિ ઉભી થઈ શકે છે. ’

વૈશ્વિક સ્તરે 21 દેશોમાંથી 462 મૃત્યુ

આ દુર્લભ ઈન્ફલ્યુએન્ઝા A વાયરસ માત્ર ક્યારેક ક્યારેક મનુષ્યોને ચેપ લગાડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, વર્ષ 2003થી 2023 સુધીમાં, ઈન્ફલ્યુએન્ઝા A (H5N1)થી ચેપના કુલ 887 માનવ કેસ અને વૈશ્વિક સ્તરે 21 દેશોમાંથી 462 મૃત્યુ નોંધાયા છે. અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ H7N9 વાયરસના કેસને પણ પ્રકાશિત કર્યો હતો, જેણે વર્ષ 2013માં 40 ટકા મૃત્યુ દર સાથે 1,500થી વધુ લોકોને ચેપ લગાવ્યો હતો. ટીમે શોધી કાઢ્યું કે આ જાતોમાં આનુવંશિક પરિવર્તન છે જે તેમને BTN3A3 જીન સામેની અસરોથી રક્ષણ આપે છે.

કેનેડામાં બર્ડ ફ્લૂથી કૂતરાનું મોત થયું હતું

ગત વર્ષે એપ્રિલમાં કેનેડામાં બર્ડ ફ્લૂના કારણે એક પાલતુ કૂતરાનું મોત થયું હતું. કૂતરાના મોતથી આરોગ્ય અધિકારીઓ ચિંતામાં મુકાયા હતા. કારણ કે, પાલતુ શ્વાન ઘણીવાર માણસોની નજીક રહે છે અને તેમના સંપર્કમાં આવે છે. કેનેડાના ઓન્ટેરિયો પ્રાંતમાં જંગલી હંસ ખાધા બાદ આ પાલતુ કૂતરાને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હતો. બર્ડ ફ્લૂના કારણે તેની તબિયત બગડતાં કૂતરાનું મોત થયું હતું. કેનેડિયન ફૂડ ઇન્સ્પેક્શન એજન્સી (CFIA) એ જણાવ્યું હતું કે, ઓટોપ્સીથી જાણવા મળ્યું છે કે, કૂતરાની શ્વસન પ્રણાલી પર ખરાબ અસર પડી હતી. કેનેડામાં આ પ્રકારનો પ્રથમ કેસ જોવા મળ્યો છે.

H5N1 રોગ મનુષ્યો અને જાનવરો માટે ઘાતક

એવિયન ઈન્ફલ્યુએન્ઝા A વાયરસ, જેને સામાન્ય રીતે બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુખ્યત્વે બતક અને મરઘા જેવા પક્ષીઓમાં ફેલાય છે. વર્ષ 2022થી વિશ્વભરમાં સ્થાનિક અને જંગલી પક્ષીઓ બંનેમાં બર્ડ ફ્લૂના કેસોમાં વધારો થયો છે. એવિયન ઈન્ફલ્યુએન્ઝા A (H5N1) વાયરસના કારણે વિશ્વભરમાં અસંખ્ય પક્ષીઓના મોત થતા રહે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વાયરસ ઓટર્સ, સી લાયન, શિયાળ, ડોલ્ફિન, સીલ, બિલાડી સહિતના અન્ય જીવોમાં પણ ફેલાયો છે. વૈજ્ઞાનિકોએ આ વાયરસના વધતા પ્રકોપ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પક્ષીઓમાંથી અન્ય સજીવોમાં ફેલાવાની તેની વૃત્તિને કારણે બર્ડ ફ્લૂ આગામી રોગચાળાનું કારણ બની શકે છે.

મનુષ્યમાં બર્ડ ફ્લૂના લક્ષણો

  • ખૂબ તાવ, ગરમી અથવા ધ્રુજારી અનુભવવી
  • સ્નાયુમાં દુખાવો
  • માથાનો દુખાવો
  • ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ
  • ઝાડા
  • બીમાર પડવું
  • પેટમાં દુખાવો
  • છાતીમાં દુખાવો
  • નાક અને પેઢાંમાંથી લોહી આવવું
  • આંખ આવવી

Google NewsGoogle News