Get The App

5 વર્ષમાં અબજપતિઓ 27 ગણા વધ્યાં, અમેરિકા-ચીન બાદ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો દેશ

Updated: Mar 6th, 2025


Google News
Google News
5 વર્ષમાં અબજપતિઓ 27 ગણા વધ્યાં, અમેરિકા-ચીન બાદ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો દેશ 1 - image


Image: Freepik

Billionaires in the India: ભારતમાં અમીરોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં હવે એક કરોડ ડોલર (લગભગ 87 કરોડ રૂપિયા) થી વધુની સંપત્તિ ધરાવતાં ભારતીયોની સંખ્યા ગયા વર્ષે છ ટકા વધીને 85,698 થઈ ગઈ. ભારતમાં હવે 191 અબજપતિઓ છે. આ જાણકારી વૈશ્વિક રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની નાઈટ ફ્રેંકની બુધવારે જારી ધ વેલ્થ રિપોર્ટ 2025માં સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં ઉચ્ચ નેટવર્થ વાળા (એચએનડબ્લ્યૂઆઈ) ની સંખ્યા વધીને 2024માં 85,698 થવાનું અનુમાન છે, જ્યારે 2023માં આ સંખ્યા 80,686 હતી. કંપનીએ કહ્યું કે '2028 સુધી આ સંખ્યા વધીને 93,753 પર પહોંચવાની આશા છે. તેનાથી ખબર પડે છે કે ભારતમાં અમીરોની સંખ્યા વધી રહી છે.'

વધુ સંપત્તિ મજબૂત આર્થિક વૃદ્ધિને દર્શાવે છે

ઉચ્ચ નેટવર્થ વાળા લોકોની વધતી સંખ્યા દેશની મજબૂત દીર્ઘકાલીન આર્થિક વૃદ્ધિ, વધતા રોકાણની તકો અને વિકસિત થઈ રહેલા લક્ઝરી બજારને દર્શાવે છે. આ ભારતને વૈશ્વિક ધન સર્જનમાં એક મુખ્ય દેશ તરીકે સ્થાપિત કરે છે. રિપોર્ટ અનુસાર આગામી અમુક વર્ષોમાં આ આંકડો વધવાની આશા છે.

આ પણ વાંચો: કન્નડ અભિનેત્રી રાન્યા રાવ 12 કરોડના સોનાની દાણચોરી કરતાં પકડાઈ

2019માં આ સંખ્યા માત્ર સાત હતી

ભારતમાં અબજોપતિઓની વસતીમાં પણ 2024માં વાર્ષિક આધાર પર મજબૂત વધારો થયો છે. કન્સલ્ટિંગ કંપનીએ કહ્યું કે 'વર્તમાનમાં ભારતમાં 191 અબજોપતિ છે. તેમાંથી 26 ગયા વર્ષે જ આ શ્રેણીમાં સામેલ થયા જ્યારે 2019માં આ સંખ્યા માત્ર સાત હતી એટલે કે 5 વર્ષમાં તેની સંખ્યા 27 ગણી વધી છે.'

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે કહ્યું કે 'ભારતમાં વધતી સંપત્તિ તેની આર્થિક મજબૂતી અને લાંબા ગાળાની વૃદ્ધિ ક્ષમતાને દર્શાવે છે. દેશમાં વધતી ઉદ્યમશીલતા, વૈશ્વિક એકીકરણ અને ઉભરતાં ઉદ્યોગોની સાથે હાઈ નેટવર્થ વેલ્યૂ વાળા વ્યક્તિઓની સંખ્યામાં વધારો જોવામાં આવી રહ્યો છે.'

રિયલ એસ્ટેટ-ઈક્વિટીમાં લોકો રોકાણ કરી રહ્યાં છે

શિશિર બૈજલે કહ્યું કે 'ભારતનું ઉચ્ચ નેટવર્થ વાળો વર્ગ પોતાની રોકાણ પ્રાથમિકતાઓમાં રિયલ એસ્ટેટથી લઈને વૈશ્વિક ઈક્વિટી સુધીને મહત્ત્વ આપી રહ્યો છે. આગામી દાયકામાં વૈશ્વિક સંપત્તિ સર્જનમાં ભારતનો પ્રભાવ વધુ મજબૂત થશે.'

Tags :
WorldBillionairesIndia

Google News
Google News