Fact Check : શું બિલ ગેટ્સ કાશી વિશ્વનાથ મંદિર અને મહાકુંભમાં ગયા હતા? જાણો વાયરલ તસવીરનું સત્ય
Bill Gates at Mahakumbh Mela: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં કરોડો ભક્તો સ્નાન કરવા આવી રહ્યા છે. જેમાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. તેને શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બિલ ગેટ્સ પણ મહાકુંભમાં પહોંચી ગયા છે. એવામાં જાણીએ કે શું છે વાયરલ દાવાની સત્યતા.
શું છે યુઝરનો દાવા?
સોશિયલ મીડિયા પર એક યુઝરે એક વીડિયો શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બિલ ગેટ્સ મહાકુંભ મેળામાં પહોંચ્યા છે.
Tech meeting spiritual - Bill Gates @BillGates at Maha Kumbh Mela 2025
— Mohan K (🇺🇸 🇮🇳) (@mohan_author) January 14, 2025
pic.twitter.com/lPw2agFQAl
શું છે તસવીર અને વીડિયોનું સત્ય?
વાયરલ વીડિયોનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે આ વીડિયો પ્રયાગરાજનો નથી. વાયરલ વીડિયો જૂનો છે અને બનારસનો છે. રિવર્સ ઇમેજ દ્વારા વાયરલ વીડિયોને તપાસ્યો અને અન્ય ઘણી એક્સ-પોસ્ટ મળી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિલ ગેટ્સ વારાણસી આવ્યા હતા.
જો કે, જ્યારે ગૂગલ લેન્સની મદદથી આ વીડિયોની બીજી કી ફ્રેમ સર્ચ કરી તો ગુલક નામની યુટ્યુબ ચેનલ પર 24 ડિસેમ્બરનો વીડિયો મળ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કાશી વિશ્વનાથમાં બિલ ગેટ્સ જેવો દેખાતો વ્યક્તિ જોવા મળ્યો હતો.
તે ચેનલ પર અન્ય ઘણા વીડિયો પણ મળ્યા. તે વ્યક્તિએ તેમાંથી એક વીડિયો તે જ જગ્યાએ બનાવ્યો જ્યાં બિલ ગેટ્સ જેવો દેખાતો વ્યક્તિ ઊભો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે વાયરલ વીડિયોમાં જે મહિલા પણ દેખાઈ રહી છે તે અન્ય એંગલથી બનાવેલા વીડિયોમાં જોવા મળી રહી છે.
બિલ ગેટ્સ સંબંધિત આવો કોઈ રિપોર્ટ મળ્યો નહીં. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ હાલમાં જ ભારત આવ્યા છે અથવા તો કાશી ગયા છે. બિલ ગેટ્સ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં થાન ધરાવે છે. જો તે ક્યાંક જાય છે તો તેની માહિતી મીડિયામાં આવે છે પરંતુ તેના કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત અંગે કોઈ મીડિયા રિપોર્ટ સામે આવ્યો નથી.