યુપીમાં ગુંડારાજ! 28 બાળકોને લઈ જતી સ્કૂલ વાન પર 3 યુવકોનું અંધાધૂંધ ફાયરિંગથી ખળભળાટ
Gun Shots Fired on School Bus: ઉત્તર પ્રદેશના ગજરૌલામાં બાળકોથી ભરેલી સ્કૂલની મિની બસ પર ત્રણ માસ્ક પહેરેલા યુવકોએ હુમલો કર્યો હતો. તેઓએ બસ પર પથ્થરમારો કર્યો અને ગોળીબાર પણ કર્યો. પરંતુ ડ્રાઈવરના ડહાપણથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી પરંતુ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
બાળકોથી ભરેલી સ્કૂલ મિની બસ પર ફાયરિંગ
ત્રણ માસ્ક પહેરેલા યુવકોએ બાળકોથી ભરેલી સ્કૂલ મિની બસમાં તોડફોડ કરી અને ગોળીબાર કર્યો. આ દરમિયાન બાળકો ગભરાઈ ગયા હતા અને ડ્રાઈવરે બચાવ કરીને ઝડપથી સ્કૂલબસ શાળાએ પહોંચાડી હતી. આરોપીઓએ લગભગ એક કિલોમીટર સુધી બસનો પીછો પણ કર્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે.
બસ ચાલક સાથે અથડામણને લઈને ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું
પ્રાથમિક તપાસમાં ત્રણ દિવસ પહેલા બસ ચાલક સાથે અથડામણને લઈને ઝઘડો થયો હોવાનું બહાર આવી રહ્યું છે. ચોકપુરી ગામના રહેવાસી હરપ્રસાદનો પુત્ર મોન્ટી સિંહ એસઆરએસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં મિની બસ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બાળકો સવારે આવે છે અને રિસેસ સમયે નીકળી જાય છે.
શુક્રવારે સવારે લગભગ 7.50 કલાકે તે 28 બાળકો સાથે બસમાં નાગલામાફી ગામથી શાળાએ આવી રહ્યો હતો, જ્યારે બસ ગામની બહાર પહોંચી ત્યારે અચાનક એક બાઇક સવાર યુવક કલ્વર્ટ પાસે આવ્યો અને બાઈકને બસ સાથે પાર્ક કરી દીધું હતું.
આ દરમિયાન નજીકના કેરીના બગીચામાંથી બે નકાબધારી યુવકો બહાર આવ્યા હતા અને બસ પર ઈંટો અને પથ્થરમારો કરીને કાચ તોડી ડ્રાઈવર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવરે બસને આગળ ચલાવવાનો પ્રયાસ કરતાં જ આરોપીઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ડ્રાઇવરની બારી પાસે લાગી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણી: બાબા સિદ્દિકીનો દીકરો જીશાન NCPમાં જોડાયો, કોંગ્રેસે બરતરફ કર્યો હતો
દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને વાનને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્કૂલ બીજેપીના એક નેતાની છે.
ઘટના બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે અને શાળાની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસે સ્કૂલ વાનની તપાસ હાથ ધરી છે અને ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મામલાને ગંભીરતાથી લઈને દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.