આકાશથી ભયાનક વીજળી પડતાં એક જ દિવસમાં 18નાં મોત, બિહારમાં મચી ગયો હાહાકાર
Image Source: Freepik
Bihar Weather Alert: બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આકાશથી ભયાનક વીજળી પડતાં શુક્રવારે 18નાં લોકોના મોત થઈ ગયા છે. એક જ દિવસમાં 18નાં મોત થતાં બિહારમાં હાહાકાર મચી ગયો છે. ભાગલપુરમાં 4, બેગૂસરાય-જહાનાબાદનાં ત્રણ-ત્રણ લોકોના મોત થઈ ગયા છે. મધેપુરા-સહરસામાં બે-બે લોકોના મોત થયા છે. બીજી તરફ કારાકાટ, વૈશાલી, છપરામાં એક-એક લોકોના મોત થયા છે. જોકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે લોકોને અપીલ કરતા કહ્યું કે, મૂશળધાર વરસાદના કારણે આકાશમાંથી વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ખેતરમાં ના રહેવું, રસ્તા પર ન રહેવું. કો પાકા ઘરમાં જ રહેવું.
બિહારમાં વીજળીનો કહેર
બ્હારમાં વરસાદ હવે લોકો માટે આફત બની ગયો છે. એક મહિના પહેલા જ્યાં આકરી ગરમી લોકો માટે જીવલેણ બની હતી તો હવે વરસાદ પણ લોકો માટે જીવલેણ બની રહ્યો છે. બિહારમાં ચોમાસાના વરસાદે લોકોને જીવલેણ ગરમીથી તો રાહત આપી છે પરંતુ બીજી તરફ આકાશની વીજળીનો કહેર જીવલેણ બની રહ્યો છે. બિહારમાં શુક્રવારે વીજળી પડવાથી અનેક લોકોના મોત થઈ ગયા છે.
વીજળીનું એલર્ટ
ઉત્તર બિહારના અનેક જિલ્લામાં ભારે વરસાદ અંગે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે. હજું પણ આકાશમાં વાદળ છવાયેલા છે, આકાશમાં કાળા વાદળ નજર આવી રહ્યા છે. આ સાથે જ અનેક જિલ્લામાં વીજળીની શક્યતા છે. તે અંગે હવામાન વિભાગે લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે. વરસાદ દરમિયાન ઘરમાંથી ઓછું નીકળવા અને પાકા ઘરોમાં રહેવા માટે જણાવ્યું છે. બીજી તરફ વીજળીની સ્થિતિમાં બારીઓ અને દરવાજા બંધ રાખવા. ખુલ્લી બારી, દરવાજા કે ધાતુના પાઈપો પાસે ઊભા ન રહેવું.