Get The App

બિહાર: હાજીપુરમાં યોગ કરતી વખતે કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસની તબિયત લથડી, મંચ પર ઢળી પડ્યા

Updated: Jun 21st, 2023


Google NewsGoogle News
બિહાર: હાજીપુરમાં યોગ કરતી વખતે કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસની તબિયત લથડી, મંચ પર ઢળી પડ્યા 1 - image

                                                                                 Image Source: Twitter

- સ્થળ પર હાજર અધિકારી અને તેમના પીએએ તેમને સંભાળ્યા

હાજીપુર, તા. 21 જૂન 2023, બુધવાર

આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરતી વખતે કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસની તબિયત અચાનક લથડી હતી. કેન્દ્રીય મંત્રી મંચ પર જ ઢળી પડ્યા હતા. જેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળ પર હાજર અધિકારીઓ અને તેમના પીએ એ પશુપતિ કુમાર પારસને ઉઠાડીને સોફા પર બેસાડ્યા હતા.

પશુપતિ કુમાર પારસે જણાવ્યું કે, ગત દિવસોમાં તેમની ગાડી ખાડામાં ખાબકી ગઈ હતી જેના કારણે તેમને કેટલીક શારિરીક સમસ્યાઓ થઈ હતી. ત્યારબાદ યોગ કરતી વખતે તેમની તબિયત લથડી હતી. તેમણે જણાવ્યું કે, અહીંથી જઈને તેઓ દિલ્હી એઈમ્સમાં સારવાર કરાવશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાજીપુરના કોનહારા નજીક આયોજિત યોગ શિબિરમાં યોગ કરવા માટે કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ પહોંચ્યા હતા. મંત્રી યોગ કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક તેમની તબિયત લથડી હતી.

તેમણે યોગ કરવા માટે અસમર્થતા વ્યક્ત કરી અને મંચ પર જ ઢળી પડ્યા હતા. સ્થળ પર હાજર અધિકારી અને તેમના પીએએ તેમને સંભાળ્યા અને તમને ઉથાડીને સોફા પર બેસાડ્યા હતા.

મીડિયા સાથે વાતચીત કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે મારી તબિયત ખરાબ છે. ગત દિવસોમાં મુઝફ્ફરપુર જતી વખતે મારી કાર ખાડામાં ખાબકી ગઈ હતી જેના કારણે કેટલીક શારીરિક સમસ્યા થઈ છે. શારીરિક સમસ્યાના કારણે યોગ કરવામાં તકલીફ પડી રહી છે. દિલ્હી જઈને એઈમ્સમાં ઈલાજ કરાવશે.



Google NewsGoogle News