8000 કરોડની જમીનનો કોઈ વારસદાર નહીં...બિહાર સરકારે કબજો કર્યો, જાણો બેતિયા રાજ પરિવાર વિશે
Bettiah Royal Family Property : બિહારના બેતિયામાં રાજપરિવારની 8000 કરોડની જમીનનો કોઈપણ વારસદાર ન હોવાથી તે જમીન બિહાર સરકારે કબજે કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. બિહારના રાજપરિવારની કુલ 15215 એકર જમીન છે, તે હવે બિહાર સરકારમાં કબજા લઈ લેવાઈ છે. સરકારને એવી આશંકા હતી કે, આ કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો થઈ રહ્યો છે.
પ્રયાગરાજ અને ગોરખપુરમાં પણ રાજપરિવારની કિંમતી જમીનો
બેતિયાના રાજ પરિવારની રસપ્રદ વાત કરીએ તો, દાયકાઓ અગાઉ તેઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અને ગોરખપુર જેવા શહેરોમાં 143 એકર જમીન ધરાવે છે. હાલના સમયે બિહાર અને ઉત્તર પ્રદેશમાં તેમની જમીનોની કિંમત 8000 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : વિપક્ષ સામે ઝૂકી સરકાર: વક્ફ બિલ પર JPCનો કાર્યકાળ વધ્યો, જાણો હવે આગળ શું
કાયદા મુજબ જમીન દેખરેખની જવાબદારી બિહાર સરકારની
ભારતની આઝાદી પહેલા 1899માં ‘સેન્ટ્રલ પ્રોવિન્સ કોર્ટ ઓફ વોર્ડ્સ એક્ટ’ કાયદો લવાયો હતો. તે મુજબ જે સંપત્તિના માલિક માનસિક રીતે અસ્વસ્થ હોય અથવા સગીર હોવાના કારણે મેન્જમેન્ટ ન કરી શકતા હોય, તો તે જમીનની દેખરેખ સરકાર દ્વારા કરવામાં આવે છે. વર્તમાન સમયમાં બેતિયાના રાજપરિવારમાં કોઈપણ વારસાદ નથી, તેથી બિહાર સરકાર આ કાયદા હેઠળ તે જમીનોની દેખરેખ રાખી રહી છે.
બિહાર વિધાનસભામાં બિલ પાસ થયું
બિહાર સરકારે અન્ય સંપત્તિઓની જેમ જ બેતિયાના રાજ પરિવારની સંપત્તિની દેખરેખ કરશે. આ જમીન ઉપરથી દબાણો હટાવવાની તુરંત કાર્યવાહી કરવામાં આવશે. યોજના મુજબ બિહાર સરકાર ઉત્તર પ્રદેશમાં આવેલી રાજપરિવારની સંપત્તિ પર પણ કબજો કરી લેશે. આ માટે બિહાર વિધાનસભામાં બિલ પાસ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : 'નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માગે છે...' અજમેર વિવાદ અંગે દિગ્ગજ સાંસદનો બફાટ