Get The App

હવે બિહારમાં તમામ મંદિર અને મઠે આપવી પડશે સંપત્તિની વિગતો, નીતિશ કુમાર સરકારનો આદેશ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Nitish Kumar


BSBRT Order To Provide Data Of  Temples And Monasteries : બિહારમાં સરકાર દ્વારા જિલ્લામાં રજિસ્ટ્રેશન વગર ચાલતા મંદિરો અને મઠોના ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરને નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડ પાસે જિલ્લાના મંદિરો અને મઠોની સ્થાવર સંપત્તિ સંપૂર્ણ વિગતો મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ, આ મંદિરો અને મઠોની સંપત્તિ સહિતની તમામ વિગતો ધાર્મિક ન્યાય બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.

બિહારમાં તમામ મંદિરો અને મઠોને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

બિહાર રાજ્ય ધાર્મિક ન્યાય બોર્ડ (BSBRT) રાજ્ય સરકારના કાયદા વિભાગ હેઠળ આવે છે. મંત્રી નીતિનના જણાવ્યાં પ્રમાણે, કાયદા વિભાગે ગયા મહિને તમામ જિલ્લાના કલેક્ટરને આ અંગે એક પત્ર જાહેર કરીને નિર્દેશ કર્યો હતો કે, 'જેટલાં પણ રજિસ્ટ્રેશન વગરના મંદિરો, મઠો અને ટ્રસ્ટનું પહેલીતકે રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરુ કરાવો.'

BSBRTની વેબસાઈટ પર અપલોટ થશે બધી માહિતી 

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, 'તમામ રજિસ્ટર મંદિરો અને મઠોએ પોતાના સ્થાવર સંપત્તિની તમામ વિગતો વહેલીતકે BSBRTને આપવાની રહેશે, જેથી તેને વેબસાઈટ પર અપલોડ કરી શકાય.' વિભાગીય મંત્રી કહેવા પ્રમાણે, 'રાજ્ય સરકારનો આ નિર્ણય જૂનો છે, પરંતુ સરકાર તેનો કડક અમલ કરવા માંગે છે.'

18 જિલ્લાએ BSBRTને રજિસ્ટ્રેશન અને સંપત્તિની વિગતો આપી 

રાજ્યના માત્ર 18 જિલ્લાએ જ BSBRTને રજિસ્ટ્રેશન અને સંપત્તિની વિગતો આપી છે. ઉલ્લેખનીય છે કે, બિહાર હિંદુ ધાર્મિક ટ્રસ્ટ અધિનિયમ, 1950 પ્રમાણે રાજ્યના તમામ સાર્વજનિક મંદિરો, મઠો, ટ્રસ્ટ અને ધર્મશાળાઓને BSBRT હેઠળ રજિસ્ટ્રેશ કરાવવું ફરજિયાત છે.

બિહારમાં અઢી હજાર રજિસ્ટ્રેશન વગરના મંદિરો

રાજ્ય સરકાર હેતુ છે કે, મંદિરો, મઠો અને ટ્રસ્ટની સંપત્તિ સહિતની તમામ માહિતી સાર્વજનિક રાખવાથી ખોટી રીતે તેની ખરીદી અને વેચાણ કરનાર સામે કાયદેસરના પગલા લેવામાં આવે. જ્યારે સરકારને BSBRT અંતર્ગત રાજ્યના 35 જિલ્લાની આંકડાકિય માહિતી મળી છે. જેમાં રાજ્યમાં અઢી હજારથી વધુ રજિસ્ટ્રેશન વગરના મંદિરો અને મઠો પાસે ચાર હજાર એકરથી વધુ જમીન હોવાનું જાણવા મળ્યું છે. 

વૈશાલીમાં સૌથી વધુ 438 મંદિર અને મઠ રજિસ્ટ્રેશન વગરના

બિહારના કાયદા વિભાગના આંકડા પ્રમાણે, રાજ્યમાં રજિસ્ટર મંદિરોની કુલ સંખ્યા 2499 છે અને તેમની પાસે 18456 એકરથી વધુ જમીન છે. મળતી માહિતી પ્રમાણે સૌથી વધુ રજિસ્ટ્રેશન કરાવ્યા વગરના મંદિર અને મઠ વૈશાલીમાં છે. જેમાં વૈશાલીમાં 438, કૈમૂરમાં 307, પશ્ચિમ ચંપારણમાં 273, ભાગલપુરમાં 191, બેગૂસરાયમાં 185, સારણમાં 154, ગયામાં 152 રજિસ્ટ્રેશન વગરના મંદિર અને મઠ છે.

અન્ય વિભાગ સાથે બેઠકની તૈયારી

વિભાગીય મંત્રી નિતિન નવીનના જણાવ્યા પ્રમાણે, તેમણે આ મહિનાના અંતમાં અન્ય વિભાગ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં મહેસૂલ અને જમીન સુધારણા વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. તેમનો હેતુ એ છે કે તમામ મંદિરો અને મઠોએ રાજ્યમાં લાગુ કાયદા હેઠળના નિયમોનું પાલન કરવું જોઈએ.


Google NewsGoogle News