Get The App

દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો, અનેક ડબાના કાચ તૂટ્યા, યાત્રીઓ ઘાયલ

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
Swatantrata Senani Express


Stones Pelted on Swatantrata Senani Express: બિહારના સમસ્તીપુરમાં ગુરુવારે રાત્રે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર મુઝફ્ફરપુર-સમસ્તીપુર રેલ લાઇન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાને કારણે ઘણા મુસાફરો ઘાયલ પણ થયા છે. ઘાયલ મુસાફરોને સમસ્તીપુરમાં જ સારવાર આપવામાં આવી હતી. ગુરુવારે રાત્રે સમસ્તીપુર સ્ટેશનના આઉટર સિગ્નલ પર અચાનક પથ્થરમારો થતાં મુસાફરો ડરી ગયા હતા. ટ્રેન પર પથ્થરમારાની ઘટના લગભગ રાત્રે 9.45 વાગ્યાની આસપાસ થઈ હતી. ઘટના બાદ ટ્રેન મુઝફ્ફરપુર સ્ટેશન 45 મિનિટ મોડી પહોંચી હતી.

અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆરઆઇ નોંધાઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઉટર સિગ્નલ પર પહોંચતાં જ અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. આ પથ્થરમારાના કારણે ટ્રેનની પેન્ટ્રી કારને અડીને આવેલા B1 અને B2 કોચના કાચ તૂટી ગયા હોવાનું કહેવાય છે. આ સિવાય ઘણા સ્લીપર કોચની બારીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેનમાં હાજર ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. હાલમાં RPF સમસ્તીપુરે અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

પથ્થરમારો કરનારા લોકોની તપાસ શરુ

આ અંગે સોનપુર રેલવે ડિવિઝનના ડીઆરએમ વિવેક ભૂષણ સુદે જણાવ્યું કે, પથ્થરમારો કરનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમજ તેમની ઓળખ બાદ ધરપકડની કાર્યવાહી પણ કરવામાં આવશે. આવા અકસ્માતો અને ટ્રેનોના પાટા પરથી ઉતરવાને લઈને રેલવે પર સતત સવાલો ઊભા થઈ રહ્યા છે.

દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો, અનેક ડબાના કાચ તૂટ્યા, યાત્રીઓ ઘાયલ 2 - image


Google NewsGoogle News