Get The App

દારૂડિયાને હંગામો કરતો રોક્યો તો પિકઅપ લઇ ભીડ પર ફરી વળ્યો, બિહારમાં 5નાં દર્દનાક મોત

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
દારૂડિયાને હંગામો કરતો રોક્યો તો પિકઅપ લઇ ભીડ પર ફરી વળ્યો, બિહારમાં 5નાં દર્દનાક મોત 1 - image


Accident In Bihar: બિહારમાં પૂર્ણિયાના ડોકવા ગામમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દારૂના નશામાં એક યુવકે પીકઅપ વાન વડે અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે માયાગંજ રીફર કરવામાં આવ્યા છે.

નજીવી બાબતમાં લોકોને કચડી નાખ્યા

અહેવાલો અનુસાર, ડોકવા ગામમાં અરુણ મુનિ દારૂના નશામાં તોફાન કરી રહ્યો હતો. આ માટે ગામના કેટલાક લોકોએ તેને ઠપકો આપ્યો અને તેને અહીંથી ચાલ્યા જવા કહ્યું હતું. આ બાબતે વિવાદ વધી ગયો અને અરુણ ત્યાંથી પોતાના ઘરે ગયો. ઘરે પહોંચ્યા પછી, તેણે પીકઅપ વાન ચાલુ કરી અને પૂરપાટ ઝડપે લઈ આવ્યો. આ દરમિયાન તે રસ્તાના કિનારે જે મળ્યું તે કચડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.  તેણે ડઝનેક લોકોને કચડીને નાખ્યા હતા. જેમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો: પૂણે : દારૂના નશામાં ડમ્પરચાલકે ફૂટપાથ પર સુતા 9 શ્રમિકોને કચડ્યાં, 2 બાળકો સહિત 3નાં મોત


આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા અને વધુ ત્રણ નિર્દોષ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

તમામ ઘાયલોને પહેલા સબ-ડિવિઝનલ હોસ્પિટલ ધમદહામાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી તમામને પૂર્ણિયા રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. મામલાની તપાસ ચાલુ છે.

દારૂડિયાને હંગામો કરતો રોક્યો તો પિકઅપ લઇ ભીડ પર ફરી વળ્યો, બિહારમાં 5નાં દર્દનાક મોત 2 - image


Google NewsGoogle News