Get The App

ફરી થશે નીતિશ કુમાર અને લાલુ યાદવનું 'મિલન'! બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ખેલ શરૂ

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ફરી થશે નીતિશ કુમાર અને લાલુ યાદવનું 'મિલન'! બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ખેલ શરૂ 1 - image


Bihar Politics: બિહારમાં RLJP  (રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી) દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે દહીં-ચૂડા ભોજનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે બિહારનું રાજકારણ ગરમાયું છે. કારણકે, એવી વાત સામે આવી રહી છે કે, RLJPના અધ્યક્ષ પશુપતિ કુમારે આ આયોજનમાં લાલુ યાદવથી લઈને નીતિશ કુમાર સહિતના તમામ રાજકીય નેતાઓને નિમંત્રણ મોકલ્યું છે. જો આ વાત સાચી પડે તો બંને નેતા લાંબા સમય બાદ એકસાથે જોવા મળશે. જે બિહારના રાજકારણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. વળી, એવી પણ માહિતી સામે આવી રહી છે કે, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના આવાસ પર પણ દહીં-ચૂડાનું આયોજન કરવામાં આવશે. જેમાં RJD ની પ્રથા અનુસાર, તેઓ તમામ પાર્ટીને નિમંત્રણ આપશે. જોકે, હવે એ વાત પર તમામ લોકોની નજર ટકેલી રહેશે કે, આ ભોજમાં એનડીના કયા-કયા નેતા આવે છે? 

કોંગ્રેસે પણ દહીં-ચૂડાનું કર્યું આયોજન

વળી, કોંગ્રેસ તરફથી દર ,વર્ષની જેમ સદાકત આશ્રમમાં દહીં-ચૂડાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાગઠબંધનની તમામ પાર્ટીઓ જોડાશે. ભાજપ તરશફથી પણ ખબર સામે આવી રહી છે કે, ભાજપ ઓફિસમાં દહીં-ચૂડાનું આયોજન કરશે. જેમાં તમામને નિયંત્રણ મોકલવામાં આવશે. પરંતુ, દર વખતની જેમ વિરોધી પાર્ટીના નેતા ના બરાબર સામેલ થશે. વળી, નીતિન, નવીનથી લઈને વિજય સિન્હા પણ દહીં-ચૂડાનું આયોજન કરી રહ્યાં છે અને આ વર્ષે પણ કરશે.

આ પણ વાંચોઃ પાઠશાળાના બદલે મધુશાળા બની, ઝાડૂ પરથી દારુ પર આવી ગયા: કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના આકરા પ્રહાર

રાબડી દેવી પર રહેશે તમામની નજર

જેડીયુ તરફથી અત્યાર સુધી વરિષ્ઠ નેતા વશિષ્ઠ નારાયણ સિંહ આયોજન કરતા રહે છે, પરંતુ સ્વાસ્થ્ય ઠીક ન રહેવાના કારણે આ વખતે તે નથી કરી રહ્યાં. પરંતુ, જેડીયુ તરફથી કોણ કરશે તેના પર તસવીર સ્પષ્ટ નથી થઈ. વળી, બીજી બાજું અન્ય રાજકીય પાર્ટી પણ પોતાના હિસાબે દહીં-ચૂડાનું આયોજન કરી રહી છે. પરંતુ, સૌથી વધારે ધ્યાન રાબડી દેવી અને પશુપતુ કુમાર પારસના ભોજ પર રહેશે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં 'પાપી' વાળા નિવેદન પર વિવાદ વકર્યો, શંકરાચાર્યનો ચંદ્રશેખરને સણસણતો જવાબ

જોકે, બિહારના રાજકારણને નજીકથી જાણતા લોકો અનુસાર, આ વખતે કોઈ રાજકીય હલચલ થવાની સંભાવના ઓછી છે. કારણ કે, લાલુ યાદવના ઓફરને નીતિશ કુમારે જેવી નકારી કે તુરંત જ આવી તમામ સંભાવનાઓ લગભગ ખતમ થઈ ગઈ છે. પરંતુ, તેમ છતાં લોકોની નજર દહીં-ચૂડા પર રહશે. કારણકે, બિહારના દહીં-ચૂડા મોટા રાજકીય મેસેજ આપતું રહ્યું છે અને આ વર્ષે તો ચૂંટણી પણ છે.


Google NewsGoogle News