'પાઘડી ગઈ, અધ્યક્ષ પદ ગુમાવ્યું, હવે મંત્રી પદ છીનવાશે..' ભાજપના દિગ્ગજ પર બગડી લાલુની દીકરી
Bihar Politics: બિહાર ભાજપમાં મોટો ફેરબદલ થયો છે. 16 મહિના સુધી પ્રદેશ અધ્યક્ષ પદ પર રહેલા સમ્રાટ ચૌધરીને હટાવીને બિહાર ભાજપની કમાન નીતિશ કુમારની સરકારમાં મંત્રી ડો.દિલીપ જયસ્વાલને સોંપવા સોંપી છે. ભાજપના નેતાઓ નવા પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલને અભિનંદન પાઠવી રહ્યા છે, તો બીજી તરફ આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સમ્રાટ ચૌધરી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે 'X' પર લખ્યું કે, 'પ્રદેશ અધ્યક્ષ પદ બાદ હવે સમ્રાટ ચૌધરી પાસેથી મંત્રી પદ પણ છીનવી લેવામાં આવશે.
બિહારમાં રાજકીય માહોલ ગરમાયો
રોહિણી આચાર્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'મુંડન કરાવવું પડ્યું, પાઘડી પણ ઉતારવી પડી, હવે પ્રદેશ અધ્યક્ષ પદ પણ ગયું. હવે ઘમંડ, અહંકાર, ખરાબ ભાષા અને ધર્માધતાના બાકી રહેલા ભૂત પણ અદ્રશ્ય થઈ જશે. જ્યારે ટૂંક સમયમાં મંત્રીપદં પણ છીનવાય જશે. પવિત્ર સંબંધો પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ સાથે જ ખરાબ વસ્તુઓ થાય છે અને જેઓ વૃદ્ધો પ્રત્યે ખરાબ ઇરાદા ધરાવે છે, ભગવાન બધું જુએ છે.'
ઉલ્લેખનીય છે કે, અગાઉ સમ્રાટ ચૌધરીએ લાલુ યાદવ પર ડીલ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, 'આરજેડી સુપ્રીમોએ તેમની પુત્રીને પણ બક્ષી નથી. કિડની લીધા બાદ ટિકિટ પણ દીકરીને અપાઈ હતી. આરજેડી ચૂંટણીમાં ટિકિટોની ડીલ કરે છે. સમ્રાટ ચૌધરીના આ નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો. જોકે, રોહિણી સારણ લોકસભા બેઠક પર ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડી સામે ચૂંટણી હારી ગઈ હતી. તે હાલમાં સિંગાપોર છે.
આ પણ વાંચો: કાશ્મીરની જેમ જ બંગાળનું પણ વિભાજન કરવા માંગે છે દિગ્ગજ ભાજપ નેતા, PM મોદીને કરી રજૂઆત
બિહાર ભાજપમાં ફેરફાર
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે બિહારના સંગઠનમાં ફેરફાર કરીને બધાને ચોંકાવી દીધા છે. ખગડિયા જિલ્લાના વતની દિલીપ જયસ્વાલ કિશનગંજ વિસ્તારના પૂર્ણિયા અરરિયામાંથી ત્રીજી વખત વિધાન પરિષદ બન્યા છે. પ્રદેશ પ્રમુખની કમાન ડો. જયસ્વાલને સોંપી છે. તે કેન્દ્રીય અમિત શાહની ખૂબ નજીક છે અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ તેમને પસંદ કરે છે. ભાજપે તેમને પ્રમુખ બનાવીને બિહારમાં એનડીએને મજબૂત કરવાની આશા વ્યક્ત કરી છે.