Get The App

'જ્યાં PM મોદી ત્યાં HAM', માંઝીએ મહાગઠબંધનની આશા પર પાણી ફેરવ્યું! લાલુ-રાહુલને ઝટકો

હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી કે બિહારમાં સરકાર સ્થિર મહાગઠબંધનની સરકાર રહેશે કે પડી જશે

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
'જ્યાં PM મોદી ત્યાં HAM', માંઝીએ મહાગઠબંધનની આશા પર પાણી ફેરવ્યું! લાલુ-રાહુલને ઝટકો 1 - image


Bihar politics Updates | બિહારમાં રાજકીય સંકટ યથાવત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેડીયુ અને આરજેડી બંને પક્ષોમાં ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી કે બિહારમાં સરકાર સ્થિર મહાગઠબંધનની સરકાર રહેશે કે પડી જશે. નીતિશ કુમાર લાલુ-તેજસ્વીને છોડીને ફરી એકવાર NDAમાં સામેલ થવા જઈ રહ્યા છે સાથે જ દરેક પક્ષ પોતપોતાની રીતે સરકાર ટકાવી રાખવા પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન જીતન રામ માંઝીની પાર્ટી HAM તરફથી મોટા સમાચાર આવ્યા છે. આ સાથે એવી પણ ચર્ચા છે કે તેમણે બે મંત્રી પદ પણ માગી લીધા છે. તેમની પાસે હાલ કુલ 4 જ ધારાસભ્ય છે. 

HAM ધારાસભ્ય પક્ષની બેઠક સમાપ્ત

માંઝીની પાર્ટી HAMએ શનિવારે ધારાસભ્ય દળની બેઠક યોજી હતી. બેઠક પુરી થયા બાદ જાહેરાત કરાઈ કે તેમની પાસે એનડીએમાં જ રહેશે. માંઝીએ સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં પીએમ મોદી છે ત્યાં જ HAM છે. માંઝીનું આ નિવેદન તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી માટે એક મોટો ઝટકો સાબિત થયું છે.

બિહારમાં દરેક ક્ષણે રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે 

બિહારમાં દરેક ક્ષણે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. દરમિયાન એવું બહાર આવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને HAM વડા જીતનરામ માંઝી સાથે ફોન પર વાત કરી હતી. રાહુલે જીતનરામને I.N.D.I.A ગઠબંધનમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. સૂત્રોનું માનીએ તો ભૂપેશ બઘેલ પણ માંઝીને મળવાના હતા. 

'જ્યાં PM મોદી ત્યાં HAM', માંઝીએ મહાગઠબંધનની આશા પર પાણી ફેરવ્યું! લાલુ-રાહુલને ઝટકો 2 - image


Google NewsGoogle News