Get The App

બિહારમાં રાજકીય નાટકનો અંત, નીતીશ કુમારે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

આ પહેલા નીતીશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે

નીતીશ કુમારના આ પગલાને તે 'ઈન્ડિયા' ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
બિહારમાં રાજકીય નાટકનો અંત, નીતીશ કુમારે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું 1 - image


Nitish Kumar Resigns As Bihar CM : બિહારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકનો અંત આવી ગયો છે. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામું આપી દીધુ છે. આ પહેલા નીતીશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. 

નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સોંપ્યું છે. બિહારમાં ફરી એકવાર સત્તા પરિવર્તનની લહેર ઉઠવા લાગી છે. નીતીશ કુમારની NDAમાં સામેલ થવાની અટકળો વધુ તેજ થવા લાગી રહી છે. આ સાથે જ નીતીશ કુમારના આ પગલાને તે 'ઈન્ડિયા' ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ રહ્યા છે. નીતીશ કુમાર ફરી એનડીએમાં જોડાઈને 9મી વખત મુખ્યમંત્રી તરીકેના સપથ આજે લઈ શકે છે. 

બિહારમાં રાજકીય નાટકનો અંત, નીતીશ કુમારે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું 2 - image


Google NewsGoogle News