Get The App

VIDEO : બે શિક્ષિકા વચ્ચે થઈ મારમારી, એકબીજાને મારી લાતો અને ફેંટો, બંને પાસે માગ્યો જવાબ

બિહારના પટણામાં બે શિક્ષિકા વચ્ચે મારમારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

બંને શિક્ષિકાઓએ સ્કુલમાં જ મારામારી કરી અને ફાઈટ કરતાં કરતાં છેક ખેતર સુધી પહોંચી ગયા

Updated: May 25th, 2023


Google NewsGoogle News
VIDEO : બે શિક્ષિકા વચ્ચે થઈ મારમારી, એકબીજાને મારી લાતો અને ફેંટો, બંને પાસે માગ્યો જવાબ 1 - image

પટણા, તા.25 મે-2023, ગુરુવાર

બિહારના પટણામાં બે શિક્ષિકા વચ્ચે મારમારીનો આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને મહિલાઓએ સ્કુલમાં જ મારામારી કરી અને ફાઈટ કરતાં કરતાં છેક ખેતર સુધી પહોંચી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. આમાં આશ્ચર્યજનક વાત એ છે કે, આ મારમારી દરમિયાન એક શિક્ષિકાની માતા પણ તેને સાથ આપતી જોવા મળી રહી છે. આ ઘટના બિહડા વિભાગમાં આવેલી એક સ્કુલની છે.

બંને શિક્ષિકાએ સ્કુલને કુસ્તીનો અખાડો બનાવી દીધો

એવું કહેવાઈ રહ્યું છે કે, બંને શિક્ષિકા વચ્ચે કોઈ વાતને લઈને ક્લાસ રૂમમાં જ બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોત જોતામાં મામલો એવો ગંભીર બની ગયો કે, બંને એકબીજાને માર પર આવી ગઈ અને સ્કુલને કુસ્તીનો અખાડો બનાવી દીધો... એટલું જ નહીં આ મારમારી સ્કુલની બહાર છેક ખેતર સુધી પહોંચી ગઈ...

બંને વચ્ચે લાંબો સમય મારામારી ચાલી

બંને શિક્ષિકાઓ વચ્ચે ખેતરમાં એકબીજાને મારવા અને પટકાવવાનો સિલસિલો ઘણા સમય સુધી ચાલ્યો. આ દરમિયાન મહિલા શિક્ષિકાની માતાએ બીજી શિક્ષિકાને ચપ્પલથી મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટના સ્થળે ઘણી ભીડ પણ જોવા મળી... આ દરમિયાન આ ઘટનાનો વીડિયો કોઈએ કેમેરામાં કેદ કરીને વાયરલ કરી દીધો.

બંને વચ્ચે ચાલી રહ્યો હતો વિવાદ : શિક્ષણ અધિકારી

જ્યારે બિહડા વિભાગના શિક્ષણ અધિકારી નભેશ કુમારને આ ઘટના વિશે પૂછાયું તો તેમણે કહ્યું કે, આ મામલો એક સ્કૂલનો છે. ઈન્ચાર્જ મુખ્ય શિક્ષક અને મદદનીશ શિક્ષક વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે આ મારમારીની ઘટના બની છે. બંને શિક્ષકો પાસેથી ખુલાસો મંગાયો છે અને આ મામલે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરાઈ છે. ઉલ્લેખનિય છે કે, શિક્ષકો વચ્ચે મારામારીનો આ પહેલો મામલો નથી. થોડા મહિનાઓ પહેલા જિલ્લાની એક શાળામાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. અહીં એક મહિલા આચાર્યને મહિલા શિક્ષકાને ખુબ માર માર્યો હતો. 


Google NewsGoogle News