Get The App

NDAના મજબૂત સાથીના ધારાસભ્યોની પણ ભાજપ જેવી હાલત! અધિકારીઓ સાંભળતા જ નથી!

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
NDAના મજબૂત સાથીના ધારાસભ્યોની પણ ભાજપ જેવી હાલત! અધિકારીઓ સાંભળતા જ નથી! 1 - image


Bihar Flood: બિહારના ઘણાં જિલ્લા હાલ પૂરના કારણે ભયાનક સંકટનો સામનો કરી રહ્યા છે. લોકો મદદ માટે સરકારના ભરોસે બેઠા છે, પરંતુ ઘણી જગ્યાએ અધિકારી પીડિતોને તો છોડો, જનપ્રતિનિધિઓનું પણ નથી સાંભળી રહ્યાં. એવો જ એક કિસ્સો વાલ્મિકીનગરથી સામે આવ્યો છે, જ્યાં જેડીયુના સાંસદ સુનીલ કુમારને અધિકારીઓ ગાંઠતા નથી. સુનીલ કુમારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સાંસદ પૂર પીડિતો વચ્ચે હાજર છે, પરંતુ અધિકારી તેમનું સાંભળતા નથી. જેને લઈને જેડીયુ સાંસદ ફોન પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે. 

જેડીયુ સાંસદ અધિકારીઓ સાથે ફોન પર વાત કરતા બોલી રહ્યાં છે કે, 'શું મજાક બનાવીને રાખ્યો છે. સવારથી ફોન કરી રહ્યાં છીએ તમે ઉપાડતા નથી. આનાથી સરકારની બદનામી થાય છે.' આ વીડિયો આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું હતું કે, જોઈ લો નીતિશ કુમારના સાંસદની લાચારી.

આ પણ વાંચોઃ નીતિશ કુમાર જેવો જ અવાજ, લોકો હસતાં-હસતાં લોટપોટ થયાં, સોશિયલ મીડિયા પર VIDEO વાયરલ

તેજસ્વીએ ટોણો માર્યો

તેજસ્વી યાદવે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, 'આ વાલ્મિકીનગરથી જેડીયુ સાંસદ છે. નોકરશાહીથી ત્રસ્ત બિચારા સાંસદની લાચારી તો જુઓ. DM-SP તો પરંતુ એક નાનકડો અધિકારી પણ સવારનો ફોન નથી ઉપાડી રહ્યો. નેતાઓને સરકારની બદનામીનો ડર રહે છે. પરંતુ, DK-NK મોડલ પર ચાલી રહેલા બિહારના અધિકારીઓને કોઈનો ડર નથી? CMને તો ભાન જ નથી. CM પોતાની પાર્ટીના નેતાઓના ફીડબેક પર પણ કામ નથી કરતાં તો વિપક્ષની તો વાત જ શું કરવી.' 

પોતાની જ સરકારથી નારાજ

સીતામઢીના બેલસંડથી જેડીયુના પૂર્વ ધારાસભ્ય રાણા રણધીર સિંહ ચૌહાણ પણ પૂર દરમિયાન અધિકારીઓના વર્તનથી નારાજ જોવા મળ્યાં. વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય બેલસંડના સીઓ (સર્કલ ઓફિસર) પર ગુસ્સે થતાં જોવા મળ્યા હતાં. તેમણે આરોપ લગાવ્યો કે, પૂરની આપત્તિ વચ્ચે સીઓ પોતાના ઘરે આરામથી સૂતા હતાં. 

આ પણ વાંચોઃ 'આટલી હિંમત...આમ તો કાલે મારે ઘેર આવીને પૂછશો...' CJI એ કોર્ટમાં વકીલનો ઉધડો લીધો

પૂર દરમિયાન તંત્રના વર્તનથી જેડીયુના ધારાસભ્યો પણ નારાજ જોવા મળ્યા હતાં અને તેઓએ પોતાની જ સરકારના અધિકારીઓ સામે મોરચો ખોલી દીધો. વાલ્મિકીનગરથી જેડીયુના ધારાસભ્ય રિંકિ સિંહે આરોપ લગાવતા કહ્યું, 'જળ સંસાધન વિભાગના અધિકારી અને એન્જિનિયરે તટબંધની સુરક્ષાને લઈને યોગ્ય રીતે કામ નથી કર્યું. વિભાગના અધિકારી તટબંધના સમારકારના નામે પૈસા બનાવવામાં લાગ્યા છે. તંત્રના અધિકારીઓએ ખૂબ જ બેદરકારી બતાવી કરોડો ભેગા કરતાં રહ્યાં.'


Google NewsGoogle News