Get The App

બિહારના નવાદામાં CBI ટીમ પર હુમલો, અધિકારીઓ UGC NET પેપર લીકની તપાસ કરવા ગયા હતા

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
બિહારના નવાદામાં CBI ટીમ પર હુમલો, અધિકારીઓ UGC NET પેપર લીકની તપાસ કરવા ગયા હતા 1 - image


UGC NET Paper Leak Case : બિહારના નવાદામાં UGC NET પેપર લીકની તપાસ કરવા ગયેલી સીબીઆઈની ટીમ પર હુમલો થયો છે. મળતા અહેવાલો મુજબ આ ઘટના શનિવારે સાંજે બની છે. સીબીઆઈનીટીમ નવાદા જિલ્લાના કસિયાડીગ ગામમાં પહોંચી હતી, જ્યાં ગામના લોકોએ તેમનો પર હુમલો કર્યો હતો. ઘટના બાદ પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, સીબીઆઈની નકલી ટીમ સમજી હુમલો કરાયો હતો. જોકે બાદમાં સીબીઆઈએ પેપર લીકમાં ઉપયોગ થયેલો ફોન જપ્ત કર્યો, ત્યારે આરોપીનો પરિવાર અને ગ્રામીણોએ હુમલો કર્યો હતો.

200 લોકો સામે FIR

સીબીઆઈની ટીમ હુમલાની માહિતી મળતાં જ રજૌલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સીબીઆઈના ચાર અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં એફઆઈઆર નોંધી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉરાંત 200 અજાણ્યા લોકો વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરાઈ છે.

છ લોકોની ધરપકડ કરાઈ

સીબીઆઈ ટીમ પરના હુમલા અંગે એસપી અંબરીશ રાહુલે જણાવ્યું કે, ‘યુજીસી નેટ પેપર લીક કેસની તપાસ કરવા માટે સીબીઆઈની ટીમ નવાદા આવી હતી. જો કે, તેમને નકલી સમજીને ગ્રામજનોએ ટીમ પર હુમલો કર્યો હતો. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જ્યાંથી ફોન જપ્ત કરાયો, ત્યાં પરિવારે ડંડાથી હુમલો કર્યો

રજૌલી એસડીપીઓએ કહ્યું કે, સીબીઆઈની ટીમ પર શનિવારે સાંજે હુમલો થયો હતો. ટીમ એક મકાનમાં દરોડો પાડવા પહોંચી હતી અને ત્યાંથી ફોન જપ્ત કર્યો હતો. UGC NET પેપર લીક કેસમાં આ ફોનનું કનેક્શન સામે આવ્યું છે. સીબીઆઈએ ફોન જપ્ત કર્યા બાદ ઘરના લોકોએ ટીમ પર ડંડાથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં ઘટનાસ્થળે એકત્ર થયેલા ગ્રામીણોએ પણ ટીમ પર હુમલો કર્યો હતો.


Google NewsGoogle News