શારદાસિંહા વિના છઠ્ સુની, મશહૂર લોક ગાયિકાની વિદાયથી બિહારમાં શોક
દર વર્ષે ૬ ઠ પુજા પહેલા લોક ગીતો ધૂમ મચાવતા હતા
માટીની ખૂશ્બુ અને ખાસ તો છઠના શૂરમય ગીતો ગાયા હતા.
પટણા,૬ નવેમ્બર,૨૦૨૪,બુધવાર
બિહારના લોકજીવનમાં સૌથી મહત્વ ધરાવતા છઠ્ પૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે પરંતુ છઠ્ પૂજાના માત્ર બે દિવસ પહેલા બિહારની કોકિલા ગણાતી ગાયિકા શારદાસિંહાનું ૭૨ વર્ષની ઉંમરે અવસાન થતા બિહારમાં શોકની લાગણી જોવા મળે છે. ગાયિકાનું મંગળવારે રાત્રે દિલ્હીની એઇમ્સમાં સારવાર દરમિયાન મોત થયું હતું. કેટલાક મહિનાઓ પહેલા તેમના પતિનું પણ અવસાન થયું હતું.
શારદાસિંહાના સૂરોમાં બિહારની માટીની ખૂશ્બુ અને ખાસ તો છઠના સૂરમય ગીતો ગાયા હતા. બિહાર અને મિથિલાચલમાં કોઇ પણ તહેવારની કલ્પના કરવી મુશ્કેલ છે. જયારે પણ છઠ પર્વ આવે તે પહેલા શારદાસિંહાના ગીતો ધૂમ મચાવતા હતા. ઘણા વર્ષોથી પર્વ પહેલા ગીતો બહાર પાડવામાં આવતા હતા. આ વર્ષે ખરાબ સ્વાસ્થ્ય હોવા છતાં છઠ ગીત ગાઇને પબ્લીશ પણ કર્યા હતા. ‘દુખવા મિટાઇ છઠી મઇયાં થોડાક સમય પહેલા જ રિલિઝ થયું હતું.
ભોજપુરી,મૈથિલી અને મગહી ભાષામાં લોકગીતો ગાઇને સંગીત કળા સંસ્કૃતિને ઉજાગર કરવા બદલ પધ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી હતી. ૧૯૫૨માં બિહારના સુપૌલ જિલ્લામાં જન્મેલી શારદાસિંહાએ શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ પંચગછિયા ઘરાનાના પ્રખ્યાત ખયાલ ગાયક પંડિત રઘુ ઝા પાસેથી લીધું હતું.
શારદાએ મલિકાએ ગઝલ બેગમ અખતરની સમકાલીન પન્નાદેવી પાસેથી ફણ સંગીતનું શિક્ષણ લીધું હતું. શારદાસિંહાએ બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ શ્વર આપ્યો હતો જેમાં 'મૈને પ્યાર કિયા'નું મશહૂર ગીત કહે તો સે સજના, 'હમ આપ કે હૈ કૌન'માં બાબુલ અને 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના તૂટેતાર બીજલીનો સમાવેશ થાય છે.