VIDEO: બિહારમાં બરાબરના ફસાયા મોદીના મંત્રી, ગાડી છોડી બાઈક પર ભાગવાની નોબત આવી
Bihar Politics News : નરેન્દ્ર મોદી સરકારના દિગ્ગજ મંત્રી અને બિહારના બેગૂસરાયના સાંસદ ગિરિરાજ સિંહ આજે પોતાના જ સંસદીય વિસ્તારમાં બરાબરના ફસાઈ ગયા છે. તેમની સ્થિતિ એવી થઈ કે, છેવટે તેમણે પોતાની ગાડી છોડીને બાઈક પર ભાગવું પડ્યું.
દેખાવકારોના ભારે વિરોધથી ભાગ્યા ગિરિરાજ સિંહ
વાસ્તવમાં ગિરિરાજ સિંહ (Giriraj Singh) બેગૂસરાયમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. આ દરમિયાન રાષ્ટ્રીય આરોગ્ય મિશનના કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓએ રસ્તા પર આવી, તેમની ગાડી રોકી વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું હતું. આ વિરોધના કારણે આસપાસનો રસ્તો પણ જામ થઈ ગયો હતો. દેખાવકારોએ જોરદાર વિરોધ કરવાની સાથે તેમની ગાડી એવી રોકી દીધી કે, તેઓએ છેવટે ગાડીમાંથી ઉતરી બાઈક પર ભાગવાની નોબત આવી.
મંત્રીનો કાફલો ઉભો ન રહેતા દેખાવકારો ભડક્યા
મીડિયા અહેવાલો મુજબ કેન્દ્રીય મંત્રી આજે ડાકબંગલા રોડ પર એક શિલાન્યાસ કાર્યક્રમમાં ગયા હતા. આ દરમિયાન કેન્ટીન ચોક પાસે કેન્દ્રીય મંત્રીને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો, જોકે તેમનો કાફલો ઉભો રહ્યો ન હતો, જેના કારણે ડઝનથી વધુ એનએનએમ ગર્લ્સ શાળાએ પહોંચી ગઈ અને જ્યારે કેન્દ્રીય મંત્રીનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે દેખાવકારોએ તુરંત તેમની ગાડીને રસ્તા પર જ અટકાવી દીધી.
પોલીસે ભારે જહેમત બાદ વાહનને ટોળામાંથી મુક્ત કરાવ્યું
આ હેલ્થ વર્કર કેન્દ્રીય મંત્રીને રસ્તા પર પોતાની 12 મુદ્દાની માંગ વિશે માહિતગાર કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ગત 22 જુલાઈથી ડઝનબંધ ANM બિહાર મેડિકલ હેલ્થ વર્કર્સ એસોસિએશનના બેનર હેઠળ કામનો બહિષ્કાર કરી રહ્યા છે. હવે દેખાવકારોનો આરોપ છે કે, અમે કેન્દ્રીય મંત્રીને માંગણી પત્ર રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓ કાર છોડીને બાઈક પર જતા રહ્યા. હોબાળા વચ્ચે પોલીસે અડધો કલાકની જહેમત બાદ મંત્રીના વાહનને રોષે ભરાયેલા ટોળામાંથી મુક્ત કરાવ્યા હતા.
કર્મચારીઓની માંગ શું છે?
આ કર્મચારીઓ આરોગ્ય મિશનના કાર્યકરો સમાન કામ માટે સમાન વેતન, રાજ્ય કર્મચારીનો દરજ્જો, મહિલા કામદારો માટે સલામતીની ગેરંટી, નિયમિત પગાર ચૂકવણી, આરોગ્ય કેન્દ્રોમાં મૂળભૂત સુવિધાઓ, ફેસ રૉગ્રાઇઝ્ડની સિસ્ટમને નાબૂદ કરવા સંબંધિત તેમની કેટલીક માંગણીઓ સામે વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : કાવડ યાત્રામાં ડીજે સહિત આ બાબતો પર પ્રતિબંધ, આ રાજ્યમાં સરકારે જાહેર કરી નવી એડવાઈઝરી
આ પણ વાંચો : ભત્રીજા આદિત્યને હરાવવા માટે રાજ ઠાકરેએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’, CM શિંદેએ પણ આપ્યો સાથ