Get The App

ચાલ સાસરિયે, તું હવે મારી પત્ની', માથાફરેલે રસ્તા વચ્ચે વિદ્યાર્થિનીની માગ ભરી, પોલીસ તપાસ શરૂ

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ચાલ સાસરિયે, તું હવે મારી પત્ની', માથાફરેલે રસ્તા વચ્ચે વિદ્યાર્થિનીની માગ ભરી, પોલીસ તપાસ શરૂ 1 - image
Image Envato 

Bihar Lover Misdeed on Road: બિહારમાં એક બદમાશે રસ્તા વચ્ચોવચ એવું કામ કર્યું કે, છોકરીના પરિવારજનો ભડક્યા હતા અને પોલીસ સ્ટેશન જઈને તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. યુવક ઘણાં દિવસોથી છોકરીની પાછળ પડ્યો હતો. આ છોકરો તેની સાથે મિત્રતા અને લગ્ન કરવા માંગતો હતો. પરંતુ છોકરીના મનમાં એવુ કાંઈ નહોતું. તેથી છોકરાએ પોતાના દિલની ઈચ્છા પૂરી કરવા માટે એક રસ્તો અપનાવ્યો હતો. તેણે યુવતીને રસ્તા વચ્ચે રોકી તેના માથામાં સિંદૂર ભરી દીધું અને પછી તેનો હાથ પકડીને કહ્યું કે, 'હવે લગ્ન થઈ ગયા છે, ચાલ સાસરે... હવે તું મારી થઈ ગઈ છે, તારી સંભાળ હવે મારે રાખવાની છે. જીંદગીભર તારી રક્ષા કરીશ.' પરંતુ છોકરી સાથે આ પ્રકારની હરકત થતા તે ચીસો પાડવા લાગી હતી, તેથી આખો મામલો બગડી ગયો. અને વાત પહોંચી પોલીસ સુધી. છોકરીના પરિવારે  આ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

મોકોની રાહ જોઈ રહ્યો હતો આ માથાફરેલો પ્રેમી

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મામલો બિહારના કટિહાર જિલ્લાનો છે. બરારી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતાં  જગદીશપુર ગામની આ પ્રેમ કહાની છે. પીડિતા સુજાપુર હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે. પોલીસમાં આપેલી ફરિયાદમાં તેણે જણાવ્યું કે, એક છોકરો ઘણાં દિવસોથી તેનો પીછો કરી રહ્યો હતો. તે તેની સાથે મિત્રતા કરવા માંગે છે. અને તેણે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ આ છોકરી તેને પસંદ નથી કરતી. ગઈકાલે સવારે તે શાળાએ જતી હતી ત્યારે અચાનક છોકરો તેની સામે આવીને ઉભો હતો. છોકરી કાંઈ વિચારે તે પહેલાં, તેણે તેના માથામાં સિંદૂરની ચપટી ભરી દીધી. આ જોઈને તે ગભરાઈ ગઈ હતી અને ચીસો પાડવા લાગી. અને તેણે છોકરાને એક થપ્પડ મારી દીધી હતી. પરંતુ છોકરાએ કહ્યું કે, હવે લગ્ન થઈ ગયા છે. એટલે હવે તારે સાસરે આવવું જ પડશે. એટલું જ નહીં, તેણે છોકરીનો હાથ પકડીને તેની સાથે જવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો, પરંતુ તે માનતો ન હતો અને જીદ કરી રહ્યો હતો. 

મિત્રોએ તેમના પરિવારના સભ્યોને બોલાવ્યા

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, છોકરાનું નામ ધર્મચંદ કુમાર રામ છે અને તેની ઉંમર 21 વર્ષ છે. આ ઘટનાની જાણ થતાં જ છોકરીના મામાને થતાં જ તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને છોકરાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસે છોકરાના પરિવારને પણ બોલાવ્યા, પરંતુ છોકરો પોતાની જીદ પકડીને બેઠો હતો. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા પ્રમાણે છોકરીની ફરિયાદ પર છોકરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, હજુ મામલો ગરમાયેલો છે. છોકરો પર હજુ પ્રેમનું ભૂત સવાર છે. છોકરાની આવી હરકતોથી  માહોલ બગડ્યો છે. આવા બદમાશો પર કાર્યવાહી કરવા માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે.



Google NewsGoogle News