VIDEO: RJD ઉમેદવારે મતદારો સાથે દુર્વ્યવહાર કરતા બબાલ, સમર્થકો-સ્થાનિક લોકો વચ્ચે મારામારી

બિહારની સારણ બેઠક પરના RJD ઉમેદવાર રોહિણી આચાર્યનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો

Updated: May 20th, 2024


Google NewsGoogle News
VIDEO: RJD ઉમેદવારે મતદારો સાથે દુર્વ્યવહાર કરતા બબાલ, સમર્થકો-સ્થાનિક લોકો વચ્ચે મારામારી 1 - image


Bihar Lok Sabha Elections 2024 : બિહારની સારણ બેઠક પરના RJD ઉમેદવાર રોહિણી આચાર્ય (Rohini Acharya)નો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. આજે તેમનો કાફલો જઈ રહ્યો હતો, ત્યારે ઘણા સ્થાનિક લોકોએ તેમને અટકાવી રોષ ઠાલવ્યો હતો. આ દરમિયાન તેમના સમર્થકો અને લોકો વચ્ચે મારમારી પણ થઈ હતી. લોકોનો આક્ષેપ છે કે, રોહિણી આચાર્યએ બૂથ પર જઈ મતદારો સાથે ખોટો વ્યવહાર કર્યો હતો.

રોહિણીએ મતદારો સાથે દુર્વ્યવહાર કરતા મામલો બિચક્યો

મળતા અહેવાલો મુજબ રોહિણી આચાર્ય આજે મતદાન પૂર્ણ થવાના અડધો કલાક પહેલા છપરા શહેરના બૂથ નંબર 118 અને 119 પર આવ્યા હતા. તેમની સાથે તેમના સમર્થકો પણ હતા. સ્થાનીક લોકોએ આક્ષેપ કર્યો છે કે, તેમણે મતદાન કેન્દ્ર પર કેટલાક મતદારો સાથે દુરવ્યવહાર કર્યો હતો. આ દરમિયાન લોકોએ વિરોધ કરતા તેમના સમર્થકો અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થઈ અને પછી સામસામે મારમારી થઈ હતી. ત્યારબાદ રોહિણી આચાર્ય ભીડનો ગુસ્સો જોઈ ત્યાંથી જતા રહ્યા હતા.

મતદાન કેન્દ્રમાં કોઈપણ ઘટના બની નથી : સારણના એસપી

સારણના એસપી ગૌરવ મંગલાએ ઘટના અંગે કહ્યું કે, ‘મતદાન કેન્દ્ર પાસે બે પક્ષો વચ્ચે મારમારી થઈ હોવાની સૂચના મળ્યા બાદ અમારી ટીમ ત્યાં પહોંચી હતી. તેલપામાં મતદાન કેન્દ્ર પર કોઈપણ અપ્રિય ઘટના બની હોય તેવી કોઈ માહિતી મળી નથી. તો રોહિણી આચાર્યની ભૂમિકા હશે તો તમામ બાબતો પર તપાસ કરવામાં આવશે.’ જોકે તેમણે કહ્યું કે, મતદાન કેન્દ્રની અંદર કોઈપણ ઘટના બની નથી.

ભાજપે RJD ઉમેદવાર પર કર્યો આક્ષેપ

બીજીતરફ સ્થાનિક ભાજપ (BJP) નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, રોહિણી ભોલા યાદવની સાથે બપોરે લગભગ 2.00 કલાકે મતદાન કેન્દ્ર પર ગયા હતા અને એવું લાગી રહ્યું હતું કે, તેઓ મતદાન કેન્દ્ર પર મતદાનમાં વિક્ષેપ પાડી સકે છે. સ્થાનિક ભાજપ કાર્યકર્તા રમાકાંડ સોલંકીએ દાવો કર્યો કે, મતદાન કેન્દ્ર પર સ્થિતિ બગડ્યા બાદ રોહિણી આચાર્ય ત્યાંથી નિકળી ગયા હતા અને ત્યારબાદ ત્યાં પથ્થરમારો થયો હોવાની સુચન મળી હતી.’


Google NewsGoogle News