જાનૈયાઓને નડ્યો ભયંકર અકસ્માત, બિહારમાં કાર-ટ્રેક્ટર વચ્ચે ટક્કરમાં 3 બાળક સહિત 7નાં મોત
કારમાં સવાર જાનૈયા એક લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ પાછા આવી રહ્યા હતા
Bihar Accident News | બિહારના ખગડિયામાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયાના અહેવાલથી ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર જાનૈયાઓથી ભરેલી એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર 3 બાળકો સહિત કુલ 7 લોકો મૃત્યુ પામી ગયા હતા.
નેશનલ હાઇવે નંબર 31 પર સર્જાયો ગોઝારો અકસ્માત
માહિતી મુજબ કારમાં સવાર જાનૈયા એક લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ પાછા આવી રહ્યા હતા અને આ દરમિયાન નેશનલ હાઈવે નંબર 31 પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અન્ય 4 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.