Get The App

NEET પેપર લીકમાં બિહારના જૂનિયર એન્જિનિયરની સંડોવણી, સુપ્રીમમાં પરીક્ષા રદ કરવા માગ

નીટ-2024 રદ કરવા સુપ્રીમમાં વધુ 20 વિદ્યાર્થીની અરજી

પટનામાં પરીક્ષા પહેલાં 4 મેના રોજ વિદ્યાર્થીઓને 'સેફ હાઉસ'માં જવાબો ગોખાવ્યા હતા : સિકંદર

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
NEET  પેપર લીકમાં બિહારના જૂનિયર એન્જિનિયરની સંડોવણી, સુપ્રીમમાં પરીક્ષા રદ કરવા માગ 1 - image


NEET UG 2024 | નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષાને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં વધુ ૨૦ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં સીબીઆઈ અથવા અન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા પાંચ મેના રોજ યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિઓની તપાસની માગણી કરી છે. બીજીબાજુ બિહાર, ગુજરાત, હરિયાણામાં નીટના પેપર લીક થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) અને અન્યોને નીટ-યુજી ૨૦૨૪ની પરીક્ષા રદ કરવા અને નવેસરથી પરીક્ષા લેવાનો આદેશ આપવાની માગણી કરતા વધુ ૨૦ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે નીટમાં થયેલી વ્યાપક ગેરરીતિઓ અને કૌભાંડને ધ્યાનમાં રાખતા માત્ર પુન: પરીક્ષા યોજવાથી જ શોર્ટ-લિસ્ટિંગ માટે લાયક વિદ્યાર્થીઓને મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં મદદ મળશે.

દરમિયાન બિહારના પાટનગર પટનામાં નીટ-યુજી ૨૦૨૪ પેપર લીક મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો છે. પેપર લીક કૌભાંડની તપાસ કરી રહેલી બિહાર પોલીસની પૂછપરછમાં રાજ્ય સરકારના ૫૬ વર્ષીય જુનિયર એન્જિનિયર સિકંદર કુમાર યાદવેન્દુએ પોતાની ભૂમિકાની કબૂલાત કરી છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે, સિકંદરે ધરપકડ સમયે જ કહી દીધું હતું કે, નીટનું પેપર ફુટી ગયું છે. તેમને વધુ માહિતીઓ મળી રહી છે, જેની તેઓ તપાસ કરશે.

પોલીસના જણાવ્યા મુજબ સિકંદરે કહ્યું કે, અમિત અને નીતિશે ૪ મે, ૨૦૨૪ના રોજ પેપર મેળવ્યું હતું અને તેમણે ઉમેદવારોને પટનામાં એક સેફ હાઉસમાં એકત્ર કર્યા હતા. અહીં ઉમેદવારોને બધા જ સવાલોના જવાબ ગોખાવવામાં આવ્યા હતા અને પછી સીધા જ પરીક્ષા કેન્દ્ર પર છોડવામાં આવ્યા હતા. બિહાર આર્થિક ગુના એકમ સમક્ષ તેમણે અનેક ખુલાસા કર્યા છે. બીજીબાજુ નાલંદામાંથી પણ અડધા સળગેલા નીટના પેપર મળ્યા હતા, જેમાં અંદાજે ૭૪ સવાલ જોવા મળે છે. બિહાર પોલીસે આ પ્રશ્નપત્રની ખરાઈ ચકાસવા માટે એનટીએને અસલ પ્રશ્નપત્ર મોકલવા જણાવ્યું છે, પરંતુ તેમને હજુ સુધી આ પેપર મળ્યું નથી.


Google NewsGoogle News