બિહાર, ઝારખંડ અને પૂર્વ યુપીમાં હળવાથી મધ્યમ વર્ષાની સંભાવના, વર્ષા સાથે કરાં પણ પડશે : આઈએમડી

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
બિહાર, ઝારખંડ અને પૂર્વ યુપીમાં હળવાથી મધ્યમ વર્ષાની સંભાવના, વર્ષા સાથે કરાં પણ પડશે : આઈએમડી 1 - image


- મોસમે મિજાજ બદલ્યો છે

- દેશમાં મોસમનો મિજાજ બદલાયો છે : મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી કેટલાક દિવસો સુધી ગર્જના સાથે હળવાથી મધ્યમ વર્ષા થશે

પુના, નવી દિલ્હી : ઉત્તર ભારતમાં મોસમે મિજજ બદલી નાખ્યો છે. મોસમ વિભાગ વધુમાં જણાવે છે કે, મધ્ય અને પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉ.પ્ર.માં આગામી ૨૪ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કરાં પણ પડવાની શકયતા છે. ઓડીશામાં ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીએ વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ- પશ્ચિમ અને પૂર્વ ઉ.પ્ર.માં પણ ઝરમર વર્ષા થવાની સંભાવના છે.

આ પૂર્વે છેલ્લા ૨૪ કલાકમાં મધ્ય પ્રદેશ, વિદર્ભ મરાઠાવાડા, ઓડીશા અને છત્તીસગઢમાં જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વર્ષા થઇ હતી અને સાથે કરાં પડયા હતા. આ કમોસમી વરસાદને લીધે કપાસ, રાઇ, મગ જેવા કેટલાએ પાકોમાં નુકસાન થયું છે. અહીં ઘઉં અને ચણાના પાકને પણ નુકસાન થયું છે. આ વિસ્તારમાં આજે પણ વરસાદ થવાની અને કરાં પડવાની પણ પૂરી સંભાવના છે.

હવામાન વિભાગ જણાવે છે કે દેશના અનેક વિસ્તારોમાં આજ સવારે ગાઢ ધુમ્મસ ફેલાયેલું હતું. પંજાબ અને ઓડીશામાં ધુમ્મસ એટલુ ગાઢ હતું કે દ્રષ્ટિ મર્યાદા અમૃતસર અને ઓડીશામાં તો ૫૦ મીટર જેટલી જ રહી હતી. ઓડીશામાં પ્રદીપમાં પણ દ્રષ્ટિ મર્યાદા ૫૦ મીટર પૂર્વ મધ્ય પ્રદેશના જબલપુરમાં તે ૨૦૦ મીટર અને દિલ્હીમાં પાલમ તથા સફદર જંગમાં ૫૦૦, બિહારના પનરામાં ૫૦૦ મીટર સુધી જ દ્રષ્ટિ મર્યાદા રહી હતી.

દિલ્હીમાં એનસીઆરમાં આંશિક રૂપે વાદળ છવાયેલા રહેશે. અધિકતમ ઉષ્ણતામાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જયારે સોમવારે રાત્રે ત્યાં ન્યૂનતમ ઉષ્ણતામાન ૭.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે આ દિવસોમાં સરેરાશ ઉષ્ણતામાન કરતાં ૩ ડીગ્રી ઓછું છે.


Google NewsGoogle News