Get The App

'20 રૂપિયા લે અને મોઢું બંધ રાખ...' બિહારમાં પ્રિન્સિપાલે બીજા ધોરણની વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કર્યું

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
'20 રૂપિયા લે અને મોઢું બંધ રાખ...' બિહારમાં પ્રિન્સિપાલે બીજા ધોરણની વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કર્યું 1 - image


Bihar Jamui Principal News: બિહારના જમુઈના એક સરકારી શાળામાં અત્યંત શરમજનક ઘટના બની છે. જમુઈના સોનો ગામની સરકારી શાળાના પ્રિન્સિપાલ શમશેર આલમે બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડપલાં કર્યા હતાં. તેમજ તેનું મોઢું બંધ રાખવા માટે રૂ. 20 આપી લાલચ આપી હતી. 

પ્રિન્સિપાલ શમશેર આલમે બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને રૂ. 20ની લાલચ આપી તેની સાથે યૌન શોષણ કર્યું હતું. બાદમાં બાળકીને કહ્યું કે, આ લે 20 રૂપિયા, તારૂં મોઢું બંધ રાખજે, પૈસા આવશે તો સૌથી પહેલાં તને જ આપીશ. આ ઘટના બાદ બાળકી શોકમાં ગરકાવ થઈ હતી.

બાળકી ડરી ગઈ, શાળાએ જવાનું બંધ કર્યું

નાની છ વર્ષની બાળા સાથે આ દુષ્કર્મની ઘટના બનતાં તે શોકમાં ગરકાવ થઈ હતી. તે એટલી હદે ડરી ગઈ હતી કે, તેણે શાળાએ આવવાનું જ બંધ કરી દીધું હતું. બાળકીના વર્તનમાં ફેરફાર તેમજ શાળાએ ન જવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો બાળકી જોર-જોરથી રડવા લાગી અને તેણે પોતાની મમ્મીને પ્રિન્સિપાલની કરતૂત વિશે જણાવ્યું.

આ પણ વાંચોઃ ટેસ્લાની એન્ટ્રી માટે સરકાર સજ્જ, ઈવી પોલિસીમાં કરશે મોટા ફેરફારો, આયાત ડ્યૂટી ઘટાડી 15 ટકા કરાશે

પોલીસ ફરિયાદ થઈ

જમુઈ જિલ્લાના સોનો ગામમાં સ્થિત નવીન પ્રાથમિક મકતબ, ખપરિયા વિદ્યાલયના પ્રિન્સિપાલે બીજા ધોરણમાં અભ્યાસ કરતી નાની બાળાનું યૌન શોષણ કરવાની જાણ થતાં ગ્રામજનો રોષે ભરાયા હતા. શાળાની બહાર ગ્રામીણોની ભીડ એકઠી થઈ હતી, તેમજ તમામે પ્રિન્સિપાલનો વિરોધ કર્યો હતો. બાળકીની દાદીએ તો શમશેર આલમને ચંપલ વડે ફટકાર્યો હતો. સોનો પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ નોંધી પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી.

શમશેર આલમ શરીરથી અપંગ

ડીસીપી આફતાબ આલમે જણાવ્યું હતું કે, નવીન પ્રાથમિક મકતબ ખપરિયા શાળાનો પ્રિન્સિપાલ શમશેર આલમ શરીરથી દિવ્યાંગ છે, પરંતુ તેના મગજમાં ખૂબ કચરો ભરાયેલો છે. વિકૃત માનસિકતા ધરાવતો આ પ્રિન્સિપાલને ગ્રામજનોએ માર માર્યો હતો. બીજી બાજુ શમશેર આલમે પોતાની ઉપર મૂકાયેલા તમામ આરોપોને ખોટા ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, તે 14 વર્ષથી શાળામાં કાર્યરત છે. શિક્ષણ વિભાગે પ્રિન્સિપાલની આ કરતૂતના કારણે શો કોઝ નોટિસ પાઠવી છે. આરોપો સાબિત થાય તો તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 


'20 રૂપિયા લે અને મોઢું બંધ રાખ...' બિહારમાં પ્રિન્સિપાલે બીજા ધોરણની વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કર્યું 2 - image


Google NewsGoogle News