Get The App

95 કરોડનો રિસોર્ટ, 10 કરોડનો ફ્લેટ, યૌન ઉત્પીડનનો આરોપ: ચર્ચિત IAS અધિકારી પર EDના ગંભીર આરોપ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
95 કરોડનો રિસોર્ટ, 10 કરોડનો ફ્લેટ, યૌન ઉત્પીડનનો આરોપ: ચર્ચિત IAS અધિકારી પર EDના ગંભીર આરોપ 1 - image


Bihar IAS  Officer Sanjeev Hans : બિહારના સીનિયર IAS અધિકારી સંજીવ હંસની ધરપકડ બાદ સ્પેશિયલ અદાલતે તેમને 29 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 18 ઓક્ટોબરની રાત્રે લગભગ 12.30 વાગે તેને બેઉર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તો આ બાજુ દિલ્હીમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવની ધરપકડ પછી તેમને 19 ઓક્ટોબરના રોજ દિલ્હીથી પટણા લઈ જવામાં આવ્યા હતા. આ બંનેની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને LGની મંજૂરી, હવે કેન્દ્ર લેશે અંતિમ નિર્ણય

મહિલા વકીલને રૂ. 2.44 કરોડ આપ્યાનો પણ આરોપ 

આ અંગે મળતી માહિતી પ્રમાણે બંને આરોપીઓની પત્નીઓ જોઈન્ટ વેન્ચર તરીકે પેટ્રોલ પંપ પણ ચલાવે છે. સંજીવ હંસ પર 95 કરોડ રૂપિયાના રિસોર્ટમાં રોકાણ કરવાનો અને જાતીય સતામણીનો આરોપ લગાવનાર મહિલા વકીલને 2.44 કરોડ રૂપિયા આપવાનો પણ આરોપ છે.

અપ્રમાણસર સંપત્તિ અને પદનો દુરુપયોગ કરવાનો આરોપ

સંજીવ હંસ અને ગુલાબ યાદવ પર પણ અપ્રમાણસર સંપત્તિ અને પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. પ્રાથમિક તપાસમાં સંજીવ હંસ અને ગુલાબ યાદવ પાસે મોટી ગેરકાયદે સંપત્તિ હોવાની માહિતી મળી હતી. એક રિપોર્ટ પ્રમાણે સંજીવ વિરુદ્ધ સંપત્તિમાં મોટી રકમના વ્યવહારો અને બેનામી રોકાણની માહિતી પણ મળી હતી. આરોપ છે કે સંજીવે હવાલા દ્વારા મહિલા વકીલને 2.44 કરોડ રૂપિયા આપ્યા હતા.

માહિતી પ્રમાણે મહિલા વકીલને આ પૈસા રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી સાથે જોડાયેલા નેતા સુનીલ કુમાર સિન્હા દ્વારા આપવામાં આવ્યા હતા. તેમજ મહિલાને લખનૌમાં 90 લાખ રૂપિયાનો ફ્લેટ પણ અપાવ્યો હતો. આ મહિલા વકીલ એ જ છે જેમણે અગાઉ સંજીવ હંસ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતનું આ શહેર બન્યું 'ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી', ચીન-જાપાન જેવી હશે સુવિધાઓ!

EDની તપાસમાં  કુલ 13 લોકોના નામ ખુલ્યા 

EDએ કુલ 13 લોકોના નામ આપ્યા છે. તેમાં સંજીવ હંસ અને ગુલાબ યાદવ અને બંનેની પત્નીઓ મોના હંસ અને અંબિકા યાદવ સહિત રાષ્ટ્રીય LJP નેતા સુનીલ કુમાર સિંહા, મહિલા વકીલ, પ્રવીણ ચૌધરી, તરુણ રાઘવ, ગુર બલતેજ, લક્ષ્મણ દાસ હંસ, સુરેશ સિંઘલ, કમલા કાંત ગુપ્તા અને દેવેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. 

બંને સંયુક્ત સાહસ હેઠળ આ પેટ્રોલ પંપ ચલાવી રહ્યા છે

રિપોર્ટ પ્રમાણે ગુલાબ યાદવ અને સંજીવ હંસની પત્નીઓના નામે પુણેમાં એક CNG પંપ ચાલે છે. સંજીવ હંસની પત્ની હરલોવિલિન કૌર ઉર્ફે મોના હંસ અને ગુલાબ યાદવની પત્ની અંબિકા યાદવ બંને સંયુક્ત સાહસ હેઠળ આ પેટ્રોલ પંપ ચલાવી રહ્યા છે.

આ પંપની જમીન અંબિકાના નામે છે. જે વર્ષ 2015માં રૂ. 1.80 કરોડમાં ખરીદવામાં આવી હતી. આ સિવાય બંનેનો સંયુક્ત બિઝનેસ છે. EDને જે માહિતી મળી હતી તે પ્રમાણે સંજીવ હંસનો પરિવાર દિલ્હીના જે ફ્લેટમાં રહે છે, તે બિહાર સરકારના ઊર્જા વિભાગના કોન્ટ્રાક્ટર પ્રવીણ ચૌધરીની માલિકીનો હોવાનું જાણવા મળ્યું છે. આ ફ્લેટની કિંમત 9.60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત EDને હિમાચલ પ્રદેશના એક રિસોર્ટમાં સંજીવ હંસના રોકાણ હોવાની માહિતી પણ મળી છે. કસૌલીના આ 'ગ્લેનવ્યૂ રિસોર્ટ'ની કિંમત 95 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જેમાં તેમનું કરોડોનું રોકાણ છે. આ રિસોર્ટમાં સંજીવ હંસના પિતા લક્ષ્મણ દાસ હંસ અને નજીકના સંબંધી ગુર સરતાજ સિંહના નામે વિલા પણ છે. આ વિલાની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : પેટાચૂંટણી: યોગીના ગઢમાં કઈ વ્યૂહનીતિ અપનાવશે ભાજપ? નવ બેઠકો પર ખરાખરીનો જંગ

કોણ છે આ સંજીવ હંસ?

સંજીવ હંસ 1997 બેચના IAS અધિકારી છે. તેઓ ઊર્જા વિભાગમાં મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના મનપસંદ IAS અધિકારીઓમાંના એક હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમને લાંબા સમયથી મહત્ત્વનું પોસ્ટિંગ મળી રહી છે. અને  વીજળી કંપનીની કમાન પણ તેમને લાંબા સમય સુધી મળી હતી.


Google NewsGoogle News