Get The App

બિહાર સરકારે શાળાઓમાં જન્માષ્ટમી, રક્ષાબંધન, રામનવમી સહિત આ તહેવારોની રજાઓ કરી રદ, ભાજપે સાધ્યુ નિશાન

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
બિહાર સરકારે શાળાઓમાં જન્માષ્ટમી, રક્ષાબંધન, રામનવમી સહિત આ તહેવારોની રજાઓ કરી રદ, ભાજપે સાધ્યુ નિશાન 1 - image


Image Source: Twitter

પટના, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર

મુસ્લિમ સમુદાયના લોકોને ખુશ કરવા માટે બિહાર સરકારે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે વર્ષ 2024 માટે બિહારના ઉર્દુ અને હિંદી સરકારી શાળામાં રજાની યાદી જાહેર કરવામાં આવે છે. બિહાર સરકારે ઉર્દુ સ્કુલોમાં જુમ્માના દિવસે એટલે કે શુક્રવારે સાપ્તાહિક રજા જાહેર કરી દીધી છે. આ સાથે જ નીતીશ કુમારે જન્માષ્ટમી, રામનવમી, મહાશિવરાત્રિ, રક્ષાબંધન, ત્રીજ, જીતિયા જેવા ઘણા તહેવારો પર રજા રદ કરી દેવાઈ છે. બિહાર સરકારના આ નિર્ણયથી બીજેપી સહિત ઘણી પાર્ટીઓએ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે કહ્યુ કે હવે નીતીશ કુમાર બિહારને ઈસ્લામિક સ્ટેટ બનાવવાની જાહેરાત પણ કરી દેશે.

બિહારની ઉર્દુ શાળામાં ગણતંત્ર દિવસ, સ્વતંત્રતા દિવસ, બિહાર દિવસ, ગુડ ફ્રાઈડે, ગુરુ ગોવિંદ સિંહ જન્મ દિવસ, સંત રવિદાસ જયંતી, ભીમરાવ આંબેડકર જન્મ દિવસ, શબ એ બારાત, બુદ્ધ પૂર્ણિમા, કબીર જયંતી સ્વતંત્રતા દિવસ હજરત મોહમ્મદ સાહેબ જન્મદિવસ, દુર્ગ પૂજા (સપ્તમી), દિવાળી, ક્રિસમસ અને ચેહલ્લુમમાં માત્ર એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય હોળી, મોહર્રમ અને દુર્ગા પૂજામાં 2 દિવસની રજા રાખવામાં આવી છે. ઈદ ઉલ ફિતર (ઈદ), ઈદ ઉલ જુહા (બકરીદ), છઠ પૂજામાં 3 દિવસની રજા આપવામાં આવી છે. આ સિવાય 15 એપ્રિલથી 15 મે સુધી 30 દિવસ ગરમીની રજાનું એલાન કરવામાં આવ્યુ છે.

બિહાર સરકારે હિંદી શાળામાં રક્ષાબંધન પર રજા આપી નથી. ગણતંત્ર દિવસ, સ્વતંત્રતા દિવસ, ગુરુ ગોવિંદ સિંહ, વસંત પંચમી, સંત રવિદાસ જયંતી, શબ એ બારાત, મહાશિવરાત્રિ, બિહાર દિવસ, ગુડ ફ્રાઈડે, ભીમરાવ આંબેડકર જન્મ દિવસ, ઈદુ ઉલ ફિતર (ઈદ), જાનકી નવમી, બુદ્ધ પૂર્ણિમા, ઈદ ઉલ જુહા (બકરીઈદ), કબીર જયંતી, મોહરમ, ચેહલ્લુમ, જન્માષ્ટમી, હજરત મોહમ્મદ સાહેબ જન્મ દિવસ, દુર્ગા પૂજા, દિવાળી, ચિત્રગુપ્ત પૂજા, ભાઈબીજ, ક્રિસમસમાં માત્ર એક દિવસ રજા રહેશે. આ સિવાય હોળી, દુર્ગા પૂજામાં 2 દિવસ, છઠ પૂજામાં 3 દિવસની રજા રહેશે. 30 દિવસ ઉનાળુ વેકેશનની રજા આપવામાં આવી છે. 

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેએ નીતીશ કુમારને તુષ્ટિકરણના મુખિયા ગણાવતા દાવો કર્યો કે મહાગઠબંધનનો હિંદુ વિરોધી ચહેરો ફરીથી સામે આવી ગયો છે, તેમણે આરોપ લગાવ્યો કે બિહાર સરકાર વોટ બેન્ક માટે સનાતનને નફરત કરે છે.


Google NewsGoogle News