Get The App

પેપર લીક કરતાં પકડાયા તો 10 વર્ષની જેલ અને 1 કરોડ દંડ, NDA શાસિત આ રાજ્યમાં કાયદો પસાર

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
pm modi with Nitish Kumar and Chandrababu Naidu


Bihar Government Bill against Paper Leak: બિહારમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં નીતિશ કુમારની સરકાર એક મોટું પગલું ભર્યું છે. જેમાં બિહાર સરકાર રાજ્યમાં પેપર લીક અને હેરાફેરી વિરુદ્ધ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.  આ બિલ આજે જ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પેપર લીક કે હેરાફેરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે. 

બિલની મુખ્ય જોગવાઈઓ શું છે?

પેપર લીક અને હેરાફેરીને રોકવા માટે નીતિશ કુમારની સરકારે આજે વિધાનસભામાં બિહાર પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કર્યું હતું. આ બિલમાં એવી જોગવાઈ છે કે પેપર લીક કે તેનાથી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ લોકોને આ કાયદા હેઠળ દોષિત ગણવામાં આવશે. તેમજ ગુનેગારોને 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે.

કેન્દ્ર સરકારે પણ કાયદો બનાવ્યો છે

અગાઉ, પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે દેશમાં પેપર લીક વિરોધી કાયદો પણ લાગુ કર્યો છે. આ કાયદાને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ, 2024 એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 નામ આપવામાં આવ્યું છે. પેપર લીકના દોષિતોને ત્રણ વર્ષથી 10 વર્ષની જેલ અને 10 લાખથી એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.

આ પણ વાંચો: 'અધિકારીઓ જરાય નથી સાંભળતા..' આ રાજ્યમાં પણ ભાજપના ધારાસભ્યોની ટોચના નેતાઓને ફરિયાદ

યુપીમાં પણ કાયદો લાગુ કરવામાં આવ્યો છે

યોગી સરકારે તાજેતરમાં ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024ની રજૂઆતને મંજૂરી આપી હતી. આ અંતર્ગત જો પેપર લીકમાં દોષિત ઠરશે તો 2 વર્ષથી આજીવન કેદની સજા અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થશે.

પેપર લીક કરતાં પકડાયા તો 10 વર્ષની જેલ અને 1 કરોડ દંડ, NDA શાસિત આ રાજ્યમાં કાયદો પસાર 2 - image


Google NewsGoogle News