Get The App

બિહારમાં ફરી નવા-જૂનીના એંધાણ! નીતિશ કુમાર પર ભાજપ નેતાઓના નિવેદનથી હલચલ તેજ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
બિહારમાં ફરી નવા-જૂનીના એંધાણ! નીતિશ કુમાર પર ભાજપ નેતાઓના નિવેદનથી હલચલ તેજ 1 - image


Bihar Assembly Election 2025 : ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાના નિવેદનોને કારણે બિહારમાં ફરી રાજકીય ગરમાવો શરુ થઈ ગયો છે. જેડીયુના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળની NDAમાં આંતરિક ડખા શરુ થઈ ગયા છે. રાજ્યના જાણીતા નેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે, જોકે તેમના જ નેતાઓ તેમને સમર્થન આપી રહ્યા નથી. બિહાર વિધાનસભા ચૂંટણીને હજી ઘણો સમય બાકી છે, જો કે તે પહેલાં જ નીતિશની જેડીયુ અને ભાજપ એકબીજા પર શાબ્દિક પ્રહારો અને કટાક્ષો કરી રહ્યા છે.

ઉપમુખ્યમંત્રીએ JDU પર સાધ્યું આડકતરું નિશાન

એક તરફ નીતિશ કુમાર અમિત શાહના નિવેદનશી નારાજ છે, તો બીજી તરફ ભાજપે ‘બિહારમાં ભાજપ સરકાર જ અસલી ને સાચી’ હોવાનો પ્રચાર કર્યો છે. આ સાથે ભાજપ નેતા વિજય કુમારે જેડીયુ પર આડકતરી રીતે નિશાન સાધી બિહારમાં ભાજપ સરકાર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, ‘જ્યાં સુધી આપણી સરકાર નહીં બને, ત્યાં સુધી મનમાં લાગેલી આગ શાંત નહીં થાય, તેથી આપણે એક થઈને જોશ સાથે આ મિશનને પૂરું કરવા સંપૂર્ણ તાકાત લગાવી જોઈએ. ભાજપની સરકાર બનશે, ત્યારે જ મન શાંત થશે. અટલજીનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે, જ્યારે બિહારમાં ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર બનશે.’

આ પણ વાંચો : પેપર લીકનો વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, રાહુલ ગાંધીના નીતીશ સરકાર અને NDA પર પ્રહાર

ઉપમુખ્યમંત્રીએ નિવેદન આપવું ભારે પડ્યું, સ્પષ્ટતા કરવી પડી

ઉપમુખ્યમંત્રીના નિવેદન બાદ એનડીએના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. જેના કારણે તેમણે વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા આપવી પડી અને નીતિશ કુમારના ભારોભાર વખાણ કરવા લાગ્યા. તેમણે આગામી વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવાની વાત કહી. તેમણે એમ પણ કહ્યું કે, નીતિશ કુમાર જ એનડીએના નેતા છે, નીતિશકુમાર અટલજીના સૌથી લોકપ્રિય વ્યક્તિ છે. તેમણે બિહારમાં સુશાસન સ્થાપવા માટે મોકલવામાં આવ્યા હતા. નીતિશ કુમારે 2005થી 2010 વચ્ચે જંગલરાજ ખતમ કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી. જંગલરાજના જવાબદારોને બિહારમાં ફરી તક ન મળી. બિહારમાં આગામી સરકાર અટલજીની વિચારધારા અને નીતિશ કુમારની આગેવાની હેઠળ બનશે.’

અમિત શાહ એવું તો શું બોલ્યા કે નીતિશ કુમાર નારાજ થયા

થોડા દિવસો પહેલા ગૃહમંત્રી અમિત શાહને પૂછવામાં આવ્યું હતું કે, ‘બિહારમાં મુખ્યમંત્રી કોણ બનશે?’ તો તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમણે ગોળગોળ ભાષાનો ઉપયોગ કરીને કહ્યું હતું કે, ‘આનો નિર્ણય સંસદીય બોર્ડ કરશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, હું ભાજપનો શિસ્તબદ્ધ સૈનિક છું, તેથી પોતાની સ્ટ્રેટેજી બહાર ન કહી શકું.

અમિત શાહના નિવેદન બાદ એનડીએનું રાજકારણ ગરમાયું. તે વખતે ડેમેજ કંટ્રોલ કરવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ મેદાને આવ્યા અને કહ્યું કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણી-2025 મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં જ લડાશે. નેતૃત્વ મુક્કે કોઈપણ અસમંજસ નથી. તેઓ અગાઉ પણ અમારા મિશનના ચહેરા હતા અને આજે પણ છે.

આ પણ વાંચો : દિલ્હીમાં ભાજપ નેતાની મુશ્કેલી વધી, ચૂંટણી પહેલા AAP સાંસદે EDમાં કરી ફરિયાદ, જાણો મામલો


Google NewsGoogle News