Get The App

બિહાર વિધાન સભાનાં ઉમેદવાર શ્રીનારાયણ સિંહની ચુંટણી પ્રચાર દરમિયાન ગોળી મારીને હત્યા

Updated: Oct 24th, 2020


Google NewsGoogle News
બિહાર વિધાન સભાનાં ઉમેદવાર શ્રીનારાયણ સિંહની ચુંટણી પ્રચાર દરમિયાન ગોળી મારીને હત્યા 1 - image

નવી દિલ્હી, 24 ઓક્ટોબર 2020 શનિવાર

બિહારનાં શિવહર વિધાનસભા વિસ્તારનાં જનતાદળ રાષ્ટ્રવાદીનાં ઉમેદવાર શ્રીનારાયણ સિંહની ચુંટણી પ્રચારનાં દરમિયાન ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા, તેમને સારવાર માટે શિવહર સદન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાંથી ડોક્ટરોએ રેફર કરી દીધા, પરંતું માર્ગમાં તેમનું મોત થઇ ગયું.

શિવહરના એસડીપીઓ રાકેશકુમારે જણાવ્યું કે તેમને છાતીમાં ગોળી વાગી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના પુયનહિયા પોલીસ સ્ટેશનના હાથસાર ગામ નજીક બની. પ્રાપ્ત માહિતી અનુસાર તે પુયનહિયા બ્લોકના હાથસાર ગામ પાસે પ્રચાર કરી રહ્યો હતો.

આ જ ક્રમમાં બાઇક ઉપર સવાર હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બુલેટ ફાયર થતાંની સાથે જ તેમને ટેકેદારો દ્વારા શિવહર સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાંથી ડોક્ટરોએ સઘન સારવાર માટે સીતામઢી રીફર કર્યા. પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઇ ગયું. તેમની સાથે વધુ બે લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે શ્રીનારાયણ સિંહનો જૂનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તેમના પર 2 ડઝનથી વધુ કેસ બાકી છે. શિવહર જિલ્લાના ડુમરી કટસરી બ્લોકના નયા ગામનો રહેવાસી હતો. તેઓ નયાગાંવ પંચાયતના વડા અને ડુમરી કટસરીથી જિલ્લા પરિષદના સભ્ય પણ રહી ચુક્યા હતા.


Google NewsGoogle News