બિહાર શિક્ષણ વિભાગે પોતાના તમામ કર્મચારીઓ માટે ડ્રેસ કોડ લાગુ કર્યો
Image Source: Freepik
પટના, તા. 29 જૂન 2023 ગુરૂવાર
બિહાર શિક્ષણ વિભાગે પોતાના તમામ કર્મચારી અને અધિકારીઓ માટે એક જરૂરી આદેશ જાહેર કર્યો છે. જારી આદેશ અનુસાર તમામને ફોર્મલ ડ્રેસ કોડનું પાલન કરવુ પડશે. વિભાગે તમામ કર્મચારીઓ અને અધિકારીઓના જીન્સ અને ટીશર્ટ પહેરવા પર રોક લગાવી દીધી છે. આ સંબંધિત શિક્ષણ વિભાગે લેખિત આદેશ જારી કર્યો છે.
આ આદેશ શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે શિક્ષણ વિભાગમાં નિયુક્ત કર્મચારી ગરીમા સચવાય તેવા ડ્રેસ પહેરીને આવી રહ્યા નથી જે કાર્યાલયના નિયમો અનુસાર યોગ્ય નથી.
તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે કાર્યાલય નિયમ હેઠળ જ ડ્રેસ પહેરીને આવે. કોઈપણ પરિસ્થિતિમાં જીન્સ ટીશર્ટ પહેરીને આવે નહીં. આદેશ 28 જૂને જાહેર કરી દેવાયો છે.