Get The App

બિહારના દરભંગામાં બબાલ, રામવિવાહની ઝાંકી પર પથ્થરમારો, બે પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
બિહારના દરભંગામાં બબાલ, રામવિવાહની ઝાંકી પર પથ્થરમારો, બે પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ 1 - image


Bihar Darbhanga News | બિહારના દરભંગાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રામવિવાહની પંચમીના અવસરે બે પક્ષો વચ્ચે લાકડી-દંડાવાળી અને પછી પથ્થરમારાની ઘટના બની હતી. જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ ટુકડી ખડકી દેવામાં આવી હતી અને સ્થિતિ કાબૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. 

ક્યાં બની આ ઘટના? 

દરભંગાના એસપી અને એસડીએમ પણ ઘટનાની જાણ થતાં ધસી આવ્યા હતા. દરભંગાના નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બાજિતપુરમાં આ ઘટના બની હતી. હાલ સ્થિતિ કાબૂમાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે રામવિવાહની ઝાંકી બાજિતપુરમાં આવેલી મસ્જિદ સુધી લઈ જવાની હતી અને પછી તેને પાછી લાવવાની હતી. 

પોલીસે કહ્યું - અમને તો જાણકારી જ નહોતી 

આ મામલે પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઝાંકી લઈ જવા વિશે તો અમને કોઈ જાણકારી જ નહોતી. જ્યારે અમે તેમને પોલીસ પરવાનગી વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે તો વર્ષોથી ઝાંકી લઈ જઈએ છીએ અને પોલીસની પરવાનગી નથી લેતા. આજ પહેલા અહીં ક્યારેય વિવાદ થયો નહોતો. હવે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે. 

બિહારના દરભંગામાં બબાલ, રામવિવાહની ઝાંકી પર પથ્થરમારો, બે પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ 2 - image




Google NewsGoogle News