Get The App

નીતિશ કુમારે PM મોદીને પત્ર લખીને કરી આ ખાસ માંગ, કારણ પણ આપ્યું

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
Nitish kumar with PM Modi



Nitish kumar letter to PM Modi: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સીતામઢી જિલ્લામાં માતા સીતાના જન્મસ્થળ પુનૌરા ધામને રોડ અને રેલ માર્ગ સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પીએમ મોદીને અનુરોધ કર્યો છે કે, અયોધ્યા અને સીતામઢી વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવા માટે રેલવે મંત્રાલયને નિર્દેશ આપવામાં આવે જેથી શ્રદ્ધાળુઓને અયોધ્યાથી પુનૌરા ધામ જવાની સુવિધા મળી શકે. આ ઉપરાંત સંબંધિત મંત્રાલયને અયોધ્યાથી સીતામઢી જિલ્લા સુધીના રામ જાનકી માર્ગનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપવા પણ માંગ કરી હતી. 

પત્રમાં શું લખ્યું?

નીતિશ કુમારે પત્રમાં લખ્યું કે, 'એ સંતોષની વાત છે કે ભારત સરકાર અયોધ્યાથી સીતામઢી જિલ્લા સુધી રામ જાનકી માર્ગના નિર્માણ પર કામ કરી રહી છે. આ માર્ગના નિર્માણથી શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા તેમજ માતા સીતાના જન્મસ્થળ પુનૌરા ધામની મુલાકાત લેવા માટે અનુકૂળતા રહેશે.' આ દરમિયાન તેમણે અનુરોધ કર્યો કે, 'પીએમ મોદી દ્વારા આ માર્ગને ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત મંત્રાલયને જરૂરી સૂચનાઓ આપવામાં આવે અને અયોધ્યાથી સીતામઢી સુધી વંદે ભારત ટ્રેન પણ શરૂ કરવામાં આવે.'

આ પણ વાંચોઃ તમામ મંદિરોમાં કરાશે 'સફાઇ કાર્યવાહી': તિરૂપતિ પ્રસાદ વિવાદની વચ્ચે નાયડુની મોટી જાહેરાત

પુનૌરા ધામનું ધાર્મિક મહત્વ

આ પત્રમાં બિહારના મુખ્યમંત્રીએ લખ્યું કે, 'સૌથી પહેલા હું તમને (પીએમ મોદી) અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ અને પવિત્ર શહેર અયોધ્યાના વિકાસ માટે કરવામાં આવેલા કામો માટે અભિનંદન આપું છું. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે બિહાર રાજ્યના સીતામઢી જિલ્લામાં આવેલું પુનૌરા ધામ માતા સીતાના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત છે. ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યાની જેમ માતા સીતાના જન્મસ્થળ પુનૌરા ધામનું પણ ઘણું ધાર્મિક મહત્વ છે. બિહાર સરકારે અહીં 50 એકર જમીન સંપાદિત કરવાનો અને પુનૌરા ધામ હેઠળ મા સીતાના મંદિર સંકુલને વિસ્તૃત અને સુંદર બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ ‘તેઓ પણ અમારા ભાઈ છે...’ પાકિસ્તાન અને POKનો ઉલ્લેખ કરી જમ્મુમાં ગર્જ્યા રાજનાથ સિંહ

અયોધ્યાથી સીતામઢી વચ્ચે વંદે ભારત

મુખ્યમંત્રીએ પીએમ મોદીને રેલ કનેક્ટિવિટી માટે વિનંતી કરતા લખ્યું કે, 'ભારત સરકાર દ્વારા તાજેતરના સમયમાં રેલ્વે કનેક્ટિવિટી અંગે ઘણા જન ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં વંદે ભારત ટ્રેનનું સંચાલન પણ મહત્વપૂર્ણ છે. બિહાર રાજ્યને પણ આનો ફાયદો થયો છે, જેના માટે હું તમારો ખાસ આભાર માનું છું. અયોધ્યા અને સીતામઢી વચ્ચે સારી રેલ કનેક્ટિવિટી સાથે ભક્તોને ઘણી સુવિધા મળશે માટે અયોધ્યા અને સીતામઢી વચ્ચે પણ વંદે ભારત ટ્રેન ચલાવવા માટે રેલવે મંત્રાલયને યોગ્ય સૂચના આપવામાં આવે.


Google NewsGoogle News