'મારાથી ભૂલ થઈ ગઈ...', નડ્ડા સાથેની ગુપચુપ બેઠક બાદ નીતિશ કુમારનું નિવેદન ચર્ચામાં
Bihar Politics: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી નડ્ડા છઠના દિવસે બિહારના પટના પહોંચ્યા હતાં. જોકે, નડ્ડા બિહારમાં છઠ પર્વમાં સામેલ થવાને લઈને ઘણાં પ્રશ્ન ઉભા થઈ રહ્યાં હતાં. વાત ફક્ત છઠ પૂજા સુધી નહતી, પરંતુ આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ તેમની મુલાકાત લીધી અને તેમની સાથે સમય વિતાવ્યો. સ્વાભાવિક રીતે રાજકીય ચર્ચા પણ થઈ હશે, પરંતુ તેની જાણકારી બહાર નથી આવી શકી.
નડ્ડાની સાથે કરી મુલાકાત
જણાવી દઈએ કે, પટના મુકાલાત દરમિયાન જે.પી નડ્ડાએ બિહાર ભાજપના ટોચના નેતાઓ સાથે અલગથી મુલાકાત કરી અને કહ્યું કે, પેટાચૂંટણીની સાથે-સાથે અન્ય મુદ્દા પર પણ ચર્ચા થઈ છે. પરંતુ, રાજકીય રૂપે હવે જે.પી નડ્ડાની મુલાકાતનો અર્થ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નડ્ડાની મુલાકાત બાદ હવે નીતિશ કુમારનું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ વક્ફ બિલનો વિરોધ, RSS પર બૅન... મહાવિકાસ અઘાડીને સમર્થન આપવા ઉલેમા બોર્ડે મૂકી 17 શરત
'મારાથી ભૂલ થઈ...'
જોકે, જેપી નડ્ડાની મુલાકાત બાદ શનિવારે (9 નવેમ્બર) નીતિશ કુમારે કહ્યું કે, મારાથી બે વાર ભૂલ થઈ ગઈ છે અને એનડીએનો સાથ છોડી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે જતો રહ્યો હતો. બે વખત હું ખોટા લોકો સાથે જતો રહ્યો. પરંતુ, જ્યારે ખબર પડી કે, તેઓ ગડબડ કરે છે તો હું ફરી ભાજપ સાથે આવી ગયો.
નીતિશ કુમારે ફરી સ્પષ્ટ કરી દીધું કે, હવે તે ફરી એનડીએ છોડીને ક્યારેય નહીં જાઉં અને ડાબુ-જમણું નહીં કરૂ. આ સિવાય તેઓએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીના શાસન કાળ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ મુસ્લિમોના મત લે છે, પરંતુ અલ્પસંખ્યકો માટે કામ નથી કરતાં. આ સિવાય નીતિશ કુમારે સહયોગી પાર્ટી ભાજપ સાથે પોતાના સંબંધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વાજપેયીએ જ મને બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યો હતો.