Get The App

બિહારના CMને નથી મળ્યું બે મહિનાનું વેતન: મંત્રી-ધારાસભ્ય, 8 લાખ કર્મચારીઓનું પણ વેતન અટક્યું

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
NITISH KUMAR


Nitish Kumar Salary: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને તેમજ તેમની સાથે લગભગ 8 લાખ સરકારી કર્મચારીઓને પણ છેલ્લા બે મહિનાથી પગાર મળ્યો નથી. જેમાં મુખ્યમંત્રી, મંત્રી-ધારાસભ્ય, પ્રાદેશિક કર્મચારીઓ, શિક્ષકો અને કોન્ટ્રાક્ટ કામદારોનો સમાવેશ થાય છે. આ સમસ્યા નવા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સોફ્ટવેર CFMS 2.0 લોન્ચ થયા બાદ શરૂ થઇ છે. જૂના સોફ્ટવેરમાંથી ડેટા ટ્રાન્સફર ન થવાના કારણે અને ટેકનિકલ સમસ્યાઓના કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીનો પગાર અટકી ગયો છે. બિલની ચૂકવણી પણ રોકી દેવામાં આવી છે.

બિહારમાં બે મહિનાથી પૈસાની લેવડદેવડમાં સમસ્યા

જાન્યુઆરી 2025 માં, બિહાર સરકારે નાણાકીય વ્યવસ્થાપન માટે CFMS 2.0 સોફ્ટવેર લોન્ચ કર્યું. આ સોફ્ટવેર સરકારી ખર્ચ, આવક અને સંપત્તિને મેનેજ કરવામાં મદદ કરે છે. આ સાથે તમામ કામ ઓનલાઈન અને પેપરલેસ થાય છે. પરંતુ નવા સોફ્ટવેર લોન્ચ થયા બાદ ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જૂના સોફ્ટવેરનો ડેટા નવા સોફ્ટવેરમાં ટ્રાન્સફર થયો નથી. જેના કારણે પગાર અને બિલની ચૂકવણી અટકી પડી છે.

છેલ્લા બે મહિનાથી મુખ્યમંત્રીને નથી મળ્યો પગાર 

લગભગ 8 લાખ સરકારી કર્મચારીઓને આ સમસ્યાની અસર થઇ છે. જેમાં 3 લાખ પ્રાદેશિક કર્મચારીઓ, 5 લાખ શિક્ષકો અને 50 હજાર કોન્ટ્રાક્ટ કામદારોનો સમાવેશ થાય છે. આ સાથે મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ પગાર મળ્યો નથી. 

વિચારો, જ્યારે મુખ્યમંત્રીનો પગાર અટકી શકે છે તો સામાન્ય કર્મચારીઓની શું હાલત થશે! બે મહિનાથી પગાર ન મળવાને કારણે કર્મચારીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. ઘણા કર્મચારીઓને રોજિંદા ખર્ચ માટે પણ ઉધાર લેવું પડે છે.

આ પણ વાંચો: હાઈવે પર ચક્કાજામ, ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા નહીં: પ્રયાગરાજ જ નહીં UP-MP સુધી લોકો પરેશાન

જાણો શું છે CFMS 2.0

CFMS નું પૂરું નામ કોમ્પ્રીહેન્સિવ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ એક એવી સિસ્ટમ છે જે પૈસાની લેવડદેવડ પર નજર રાખે છે. સરકારી વિભાગો અને સંસ્થાઓને તેની આવક, ખર્ચ અને સંપત્તિનું સંચાલન કરવામાં મદદ કરે છે. તેનાથી તમામ કામ ઓનલાઈન થાય છે અને પેપરોની ઝંઝટ ઓછી થાય છે. CFMS દ્વારા, સરકાર તેના ખર્ચને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે અને પારદર્શિતા વધારી શકે છે. પરંતુ બિહારમાં CFMS 2.0 સાથેની ટેકનિકલ ખામીએ સરકાર માટે નવી સમસ્યા ઊભી કરી છે. જો કે હાલમાં વિભાગના અધિકારીઓ સોફ્ટવેર કંપની સાથે મળીને આ સમસ્યા પર કામ કરી રહ્યા છે. 

8 લાખથી વધુ સરકારી કર્મચારીનો પગાર અટવાયો 

બિહાર સરકારે અગાઉ પણ CFMS નો ઉપયોગ કર્યો છે. 3 જાન્યુઆરી 2025ના રોજ તેનું અપગ્રેડેડ વર્ઝન CFMS 2.0 લોન્ચ કરવામાં આવ્યું હતું.  પરંતુ, જૂના સોફ્ટવેરનો ડેટા હજુ નવા સોફ્ટવેરમાં ટ્રાન્સફર થયો નથી. આ ઉપરાંત ટેકનિકલ સમસ્યા છે જેના કારણે મુખ્યમંત્રી સહિત 8 લાખથી વધુ સરકારી કર્મચારીઓના પગાર બે મહિનાથી અટવાયેલા છે.

બિહારના CMને નથી મળ્યું બે મહિનાનું વેતન: મંત્રી-ધારાસભ્ય, 8 લાખ કર્મચારીઓનું પણ વેતન અટક્યું 2 - image


Google NewsGoogle News