બિહારમાં અનામત અંગે CM નીતીશકુમારનું મોટું એલાન, EWS, EBC-OBC અને SC-ST માટે મૂક્યો પ્રસ્તાવ
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડિટેઈલ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરાયો
નીતીશે રાજ્યમાં અનામતની સીમા 50 ટકાથી વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડિટેઈલ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરાયો. જેના પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું એલાન કર્યું છે. સીએમ નીતીશે રાજ્યમાં અનામતની સીમા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. EWSના 10 ટકાને મેળવીને અનામત 75 ટકા કરવાનો પ્રસ્તાવ રખાયો છે. SCને 16 ટકા અનામત વધારીને 20 ટકા, STને 1 ટકા વધારીને 2 ટકા અને EBC અને OBCને મેળવીને 43 ટકા અનામત આપવામાં આવે.
મહિલા સારક્ષરતા નિવેદન પર અજીબ નિવેદન
ચર્ચા દરમિયાન સીએમ નીતીશે કહ્યું કે, બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ ભણેલી હશે તો જનસંખ્યા નિયંત્રણમાં રહેશે. સમગ્ર સદનમાં આ નિવેદન દરમિયાન અજીબ સ્થિતિ જોવા મળી. જોકે, મહિલા ધારાસભ્ય આના પર નારાજ જોવા મળી.