Get The App

બિહારમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું, નીતિશ કેબિનેટમાં સાત નવા મંત્રીએ લીધા શપથ

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
બિહારમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું, નીતિશ કેબિનેટમાં સાત નવા મંત્રીએ લીધા શપથ 1 - image


Bihar Cabinet Expansion: બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમાર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલની હાજરીમાં બિહાર સરકારના નવા સાત મંત્રીઓએ મંત્રીપદ અને ગોપનીયતાના શપથ લીધા છે. નવા તમામ મંત્રીઓ ભાજપના ધારાસભ્યો હોવાથી બિહારમાં ભાજપનો દબદબો વધ્યો છે.

રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વારાફરતી તમામ મંત્રીઓને મંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તથા વિજયકુમાર સિંહા સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપ ધારાસભ્ય વિજયકુમાર મંડલે મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. તેઓએ 2015 અને 2020માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચિત્ર લગભગ સ્પષ્ટ થવાની સાથે કેબિનેટ વિસ્તરણ પહેલા જ દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચોઃ બિહારમાં નીતિશ કેબિનેટના વિસ્તરણ પહેલાં ભાજપના દિગ્ગજ નેતાનું મંત્રીપદેથી રાજીનામું

ભાજપે મોટા ભાઈ બનાવ્યા તો નીતિશે પણ મોટું દિલ રાખ્યું

લોકસભા ચૂંટણીમાં ભાજપે નીતિશ કુમારની માગનો સ્વીકાર કર્યો હતો. તેમજ બજેટ 2025માં પણ બિહાર માટે દિલ ખોલીને લ્હાણી કરી હતી. ભાજપે નિતિશને મોટા ભાઈ તરીકેનું સન્માન આપતાં નીતિશે પણ મોટું દિલ રાખતાં વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં જ કેબિનેટ વિસ્તરણની જાહેરાત કરી હતી. જેમાં ભાજપના ધારાસભ્યોને સ્થાન આપ્યું.

જીવેશ મિશ્રા બીજી વાર મંત્રી બન્યા

દરભંગા જિલ્લાના જાલેમાંથી ભાજપ ધારાસભ્ય જીવેશ મિશ્રા બીજી વખત નીતિશ સરકારમાં મંત્રી બન્યા છે. તેઓએ મૈથિલી ભાષામાં પદ અને ગોપનીયતાના શપથ લીધા હતી. તદુપરાંત મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજમાંથી ભાજપ ધારાસભ્ય રાજુકુમાર સિંહે પણ શપથ ગ્રહણ કર્યા હતાં. 

બિહારમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું, નીતિશ કેબિનેટમાં સાત નવા મંત્રીએ લીધા શપથ 2 - image


Google NewsGoogle News