Get The App

બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા?

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા? 1 - image


Bihar Election 2025: દેશમાં ચૂંટણી સરવે કરાવનાર 'સી વોટર'એ બિહારમાં આવાનારા મુખ્યમંત્રી માટે જનતાનો મત જાણવા માટે સરવે કર્યો છે. સરવે અનુસાર, બિહારમાં મુખ્યમંત્રીના સૌથી વધુ પસંદગીના ચહેરા તરીકે તેજસ્વી યાદવનું નામ સામે આવ્યું છે. વળી, પ્રશાંત કિશોર પણ અનેક લોકો માટે મુખ્યમંત્રી માટે પસંદગીનો ચહેરો છે. લેટેસ્ટ સરવેમાં પ્રશાંત કિશોર બીજા નંબર પર છે, એટલું જ નહીં નીતિશ કુમારથી આગળ નીકળી ચુક્યા છે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનો 'સુશાસન બાબુ' ના રૂપે ઓળખાય છે. બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને નીતિશ કુમારના ચહેરા પર ભાજપ ચૂંટણી લડવાની છે. પરંતુ, સરવેની કહાણી કંઇક બીજું જ દર્શાવી રહી છે. 

આ પણ વાંચોઃ ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો 'જેવા સાથે તેવા' ની ભાષામાં જવાબ

36% લોકોની પસંદ તેજસ્વી યાદવ

'સી વોટર'ના સરવે અનુસાર, બિહારમાં મુખ્યમંત્રી પદ માટે સૌથી પસંદગીના ઉમેદવાર તરીકે તેજસ્વી યાદવ સૌથી ઉપર છે. 36% મત સાથે તેજસ્વીએ પહેલો નંબર મેળવ્યો છે. જોકે, બીજા નંબર પર નીતિશ કુમાર નહીં પરંતુ જન સુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર છે. 17% લોકો તેમને બિહારમાં મુખ્યમંત્રીના રૂપે જોવા ઈચ્છે છે. વળી, 'સુશાસન બાબુ' એટલે કે, નીતિશ કુમાર ત્રીજા નંબરે છે. નીતિશ કુમારને 15 ટકા મત મળ્યા છે. તેમના ગ્રાફમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી 13 ટકા મત સાથે ચોથા નંબરે છે અને ચિરાગ પાસવાન 6 ટકા મત સાથે પાંચમાં નંબરે છે. 

આ પણ વાંચોઃ 'બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..' સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો

પ્રશાંત કિશોરે નીતિશ કુમારને આપી ટક્કર

  • સી વોટરના સરવે અનુસાર, 36 ટકા લોકોએ તેજસ્વી યાદવને પહેલી પસંદ જણાવી. પરંતુ, ગત સરવેની તુલનામાં તેમની લોકપ્રિયતામાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. 
  • જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર લોકપ્રિયતાના મામલે બીજા નંબરે છે. 17 ટકા લોકોએ પ્રશાંત કિશોરને પોતાની પસંદ બતાવ્યા છે. ગત સરવેની તુલનામાં તેમની લોકપ્રિયતામાં 2 ટકાનો વધારો થયો છે. 
  • લોકપ્રિયતાના મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બીજા નંબરથી ત્રીજા નંબરે ગગડી ગયા છે. 15 ટકા લોકોએ નીતિશ કુમારને પોતાની પહેલી પસંદ જણાવ્યા હતાં. ગત સરવેની તુલનામાં તેમની લોકપ્રિયતામાં 3 ટકાનો ઘટાડો થયો છે. 
  • બિહારમાં ભાજપે મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોઈનું નામ આગળ નથી કર્યું. પરંતુ, સમ્રાટ ચૌધરીને લઈને સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. તેમની લોકપ્રિયતા 13 ટકા છે. લેટેસ્ટ સરવેમાં તેમની લોકપ્રિયતામાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. 
Tags :