Get The App

‘...એ લોકોને સીધી ગોળી મારી દેવાશે’, નીતિશ-મોદીનું નામ લઈને બિહારના મંત્રી આ શું બોલી ગયા

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Bihar Minister Dilip Jaiswal, PM Narendra Modi, Bihar CM Nitish Kumar

Bihar Minister Dilip Jaiswal Controversy Statement : બિહારના ભાજપના કદાવર નેતા અને મહેસૂલ અને જમીન સુધારણા મંત્રી દિલીપ કુમાર જયસ્વાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો ઉલ્લેખ કરી વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. 

‘...તો સીધી ગોળી મારી દેવાશે’

બિહારના રૂપૌલીમાં પેટા-ચૂંટણી માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન જયસ્વાલે જેડીયુ ઉમેદવારના સમર્થનમાં એક જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘બિહારની કેબિનેટના નિર્ણય મુજબ જે ગુનેગારો ગેરકાયદે બંદૂક સાથે રસ્તા પર ચાલશે, તો તેને સીધી જ ગોળી મારી દેવાશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં એસઆઈટી ટીમ બનાવવામાં આવશે.’

‘બિહારમાં હવે કોઈપણ ગુનેગાર બચશે નહીં’

તેમણે કહ્યું કે, ‘મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તમારી ચિંતા કરે છે. બિહારમાં હવે કોઈપણ ગુનેગાર બચશે નહીં. જે ગુનેગારો બંદૂક-ગોળીઓ લઈને ફરે છે, તેને મોતને ઘાટ ઉતારી દવામાં આવશે. આ નિર્ણય બિહાર સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયો છે. રાજ્યમાં બંદૂક-ગોળીઓ લઈને ચાલનારાઓનું નહીં, પરંતુ હવે ગરીબો અને સજ્જન લોકોનું રાજ ચાલશે. રાજ્યની સરકાર તમારી ચિંતા કરી રહી છે. તમારી ચિંતા વડાપ્રધાન અને નીતિશ કુમાર (Bihar CM Nitish Kumar) કરી શકે છે, તેથી તમે કોઈપણ ચક્કરમાં ન પડતા.’ તેમણે જનમેદનીને એમ પણ કહ્યું કે, ‘ધ્યાન રાખજો, કોઈપણ આવે, કોઈના ચક્કરમાં ન પડતા’

કોણ છે દિલીપ જયસ્વાલ

ઉલ્લેખનીય છે કે, મંત્રી દિલીપ જયસ્વાલ મૂઠળ ખગડિયા જિલ્લાના રહેવાસી છે. તેમણે મધેપુરાની યુનિવર્સિટીમાંથી એમસીએસ, મગધમાંથી એમબીએ અને મધેપુરામાંથી પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેઓ સતત ત્રીજી વખત વિધાન પરિષદના સભ્ય છે. તેમને ભાજપના કદાવર નેતા માનવામાં આવે છે. તેમણે 20થી વધુ વર્ષ સુધી ભાજપના કોષાધ્યક્ષ પદે જવાબદારી નિભાવી છે.


Google NewsGoogle News