Get The App

'એક ચૂંટણીમાં સલાહ આપવા 100 કરોડ લઉં છું...', વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
'એક ચૂંટણીમાં સલાહ આપવા 100 કરોડ લઉં છું...', વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો 1 - image


Bihar By Election 2024: જન સૂરજ પાર્ટીના વડા અને પૂર્વ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે પોતાના વિશે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'જ્યારે હું ચૂંટણી વ્યૂહનીતિકારની ભૂમિકામાં હતો. ત્યારે હું કોઈપણ પક્ષ કે નેતાને માત્ર એક સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો. મારા દ્વારા રચાયેલી સરકાર દસ રાજ્યોમાં ચાલી રહી છે.'

બિહારની ચાર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

પ્રશાંત કિશોરે બિહારની પેટા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન 31મી ઓક્ટોબરે બેલાગંજમાં પોતાના વિશે આ હકીકત જાહેર કરી હતી. બિહારની ચાર વિધાનસભા બેઠકો પર 13મી નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી રહી છે. પ્રશાંત કિશોરે બેલાગંજ, ઈમામગંજ, રામગઢ અને તરરી સહિતની ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.

આ પણ વાંચો: એલર્ટ! સિગ્નલ ન હોય ત્યાં ટ્રાફિકની AI ઈન્ટરસેપ્ટર મેમો આપશે, અમદાવાદમાં નવી પહેલ


'હું માત્ર સલાહ આપવા માટે 100 કરોડ લઉં છું'

31મી ઓક્ટોબરે જ્યારે પ્રશાંત કિશોર બેલાગંજમાં જન સૂરજના ઉમેદવાર મોહમ્મદ અમજદના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતુ કે, 'મને હંમેશા સવાલ પૂછવામાં આવે છે કે હું પ્રચાર માટે પૈસા ક્યાંથી લાવું છું? હું કોઈપણ પાર્ટી અથવા પાર્ટીના નેતાને સલાહ આપવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લેતો હતો.'

મારા દ્વારા રચાયેલી સરકાર 10 રાજ્યોમાં ચાલી રહી છે: પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે, 'મારા દ્વારા બનાવવામાં આવેલી સરકારો 10 રાજ્યોમાં ચાલી રહી છે, તો શું અમારા પ્રચાર માટે પૈસા નહીં મળે? શું તમે અમને આટલા નબળા ગણો છો? બિહારમાં જેટલી કોઈ નથી. સાંભળ્યું હશે કે જો આપણે ચૂંટણીમાં કોઈને સલાહ આપીએ તો અમારી ફી 100 કરોડ રૂપિયા કે તેથી વધુ છે.'

'એક ચૂંટણીમાં સલાહ આપવા 100 કરોડ લઉં છું...', વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો 2 - image


Google NewsGoogle News