17 દિવસમાં 12મો બ્રિજ ધરાશાયી, બિહારના સારણમાં બની ઘટના, ગામના લોકો થયા સંપર્કવિહોણાં!
Image : Representative Image |
Bihar Bridge Collapse news | બિહારમાં બ્રિજ ધસી જવા કે તૂટી પડવાની ઘટનાઓનો સિલસિલો હજુ યથાવત્ છે. માત્ર 17 દિવસના સમયગાળાની અંદર જ 12મો બ્રિજ ધસી પડવાની ઘટના સામે આવતા નીતિશ કુમાર સરકારનું માથું શરમથી નમી ગયું છે.
ક્યાં બની ઘટના?
તાજેતરમાં બ્રિજ ધસી પડવાની ઘટના બિહારના સારણ જિલ્લામાં બની હતી. છેલ્લા 24 કલાકમાં સતત 3 બ્રિજ ધસી થવાની ઘટના બાદ આ નવી ઘટના સામે આવી છે. સારણ જિલ્લાના ડીએમ અમન સમીરે ખુદ આ માહિતી આપી હતી.
બિહારમાં એક જ દિવસમાં 3 બ્રિજ ધરાશાયી, 15 દિવસમાં સાતમી ઘટના, અનેક ગામ સંપર્કવિહોણા
કોઈ જાનહાનિ નહીં
અહેવાલ અનુસાર આ બ્રિજ સારણ જિલ્લાને સીવાન જિલ્લા સાથે જોડતો હતો. આ બ્રિજ 15 વર્ષ જૂનો હતો અને તેને ગંડકી નદી પર બાંધવામાં આવ્યો હતો. જોકે સદભાગ્યે આ દુર્ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઇ નહોતી. આ બ્રિજ કેમ ધસી પડ્યો તે હજુ તપાસનો વિષય છે પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં ડેસિલ્ટિંગ એટલે કે કચરો હટાવવાની કામગીરી ચાલી રહી હતી જેના પગલે આ ઘટના બની હોઈ શકે છે.