Get The App

બિહારના ભાગલપુરમાં ભયાનક વિસ્ફોટ, સાત બાળકોને ઈજા, ઘટનાસ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
બિહારના ભાગલપુરમાં ભયાનક વિસ્ફોટ, સાત બાળકોને ઈજા, ઘટનાસ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો 1 - image


Bihar Bomb Blast : બિહારના ભાગલપુરમાં આજે (1 ઓક્ટોબર) કચરાના ઢગલા પાસે અચાનક વિસ્ફોટ થયો છે, જેમાં સાત બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટ શહેરના હબીબપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખિલાફત નગર વિસ્તારમાં થયો છે. ઘટના જોઈ એવું લાગે છે કે, બાળકોએ અજાણતાં વિસ્ફોટક જેવી વસ્તુને સ્પર્શ કર્યો હશે.

કચરાના ઢગલામાં થયો અચાનક વિસ્ફોટ

તેમણે કહ્યું કે, આ ઘટનામાં સાત બાળકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ત્રણ બાળકો ગંભીર ઈજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ફોરેન્સિક નિષ્ણાતો તેમજ ડોગ સ્ક્વોડની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. બંને ટીમોએ કચરાના ઢગલામાં કોઈ વિસ્ફોટક સામગ્રી હોવાની શંકાના આધારે તપાસ કરી હતી.

કેસની તપાસ માટે SITની રચના કરાઈ

પોલીસ અધિકારીએ કહ્યું કે, આ કેસની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પણ રચના કરાઈ છે. અધિકારીઓ સ્થળ પરથી મળી આવેલ વિસ્ફોટક સામગ્રીની સ્થિતિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બોંબ દેશી બનાવટનો હતો કે ફટાકડાના કારણે ધડાકો થયો છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : મોટી દુર્ઘટના ટળી, એક્સપ્રેસ ટ્રેન તૂટેલા પાટા પરથી નીકળતા અફરાતફરી, કર્મચારીઓ ભાગ્યા

બાળકોએ શું કહ્યું ?

હબીબપુર પોલીસ સ્ટેશનના પ્રભારી પંકજ કુમારે કહ્યું કે, ઈજાગ્રસ્ત બાળકો બે વાત કહી રહ્યા છે. કેટલાક બાળકોએ પોલીસને જણાવ્યું કે, તેઓ રમતા હતા ત્યારે ત્યાં પહેલાથી જ મુકાયેલો બોમ્બ વિસ્ફોટ થયો હતો. જ્યારે અન્ય બાળકોએ કહ્યું કે, એક વ્યક્તિએ આવીને ત્યાં બોમ્બ જેવું કંઈક ફેંક્યું હતું,  જેના કારણે આ વિસ્ફોટ થયો છે. હાલ તમામ ઈજાગ્રસ્ત બાળકો ખતરાની બહાર છે અને સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રામ મંદિરમાં ફરી મોટા કાર્યક્રમનું આયોજન, વડાપ્રધાન મોદીની હાજરીમાં બોલિવૂડ કલાકારો ભજવશે રામલીલા


Google NewsGoogle News