Get The App

બિહારમાં ચૂંટણી પહેલા ભાજપને સતાવી રહ્યો છે મોટા ખેલનો ભય! લાલુના નિવેદનથી ટેન્શન

Updated: Mar 3rd, 2025

GS TEAM


Google News
Google News
બિહારમાં ચૂંટણી પહેલા ભાજપને સતાવી રહ્યો છે મોટા ખેલનો ભય! લાલુના નિવેદનથી ટેન્શન 1 - image


Bihar Assembly Elections 2025 : બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જોકે તે પહેલા ભાજપ તરફથી આવેલા નિવેદનથી મુખ્યમંત્રી નીતિશ કુમારની ખુરશી પર સંકટ છવાયું હોય, તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ નીતિશના પુત્ર અને રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના નિવેદનથી ચૂંટણીમાં ભાજપનો મોટો ખેલ થવાની સંભાવના દેખાઈ રહી છે.

લાલુ, નિશાંત, શાહના નિવેદનથી બિહારનું રાજકારણ ગરમાયું

બિહારના રાજકારણમાં હાલ લાલુ પ્રસાદ યાદવના નિવેદનની ચર્ચાઓ થઈ રહી છે, જેમાં તેમણે કહ્યું છે કે, ‘અમે ભાજપનો રસ્તો રોકીશું.’ રાજકીય વર્તુળોમાં લાલુના ‘અમે’નો અર્થ લાલુ-નીતિશની જોડી સાથે જોડવામાં આવ્યો છે. બીજી તરફ નીતિશના પુત્ર નિશાંત કુમારે પણ ચૂંટણી ટાણે કહ્યું કે, ‘લાલુ યાદવ અમારા કાકા છે.’ આમ ચૂંટણી નજીક આવી રહી હોવાથી બંને નેતાઓના નિવેદનની જુદી જુદી અટકળો સાથે જોડવામાં આવી રહી છે. એટલું જ નહીં, ભાજપના ટોચના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવું કહ્યું છે કે, ‘ચૂંટણી બાદ સંસદીય બોર્ડ દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય કરવામાં આવશે.’

નીતિશ કુમાર જ સીએમ બનશે : ભાજપ નેતા

બિહારના રાજકારણમાં લાલુ, નિશાંત અને શાહના નિવેદન બાદ ભાજપ બેકફૂટ પર આવી ગઈ છે, જેના કારણે ભાજપે પોતાના નિવેદન પર યુ-ટર્ન લીધો છે. ચૂંટણી બાદ નીતિશ કુમાર મુખ્યમંત્રી રહેશે કે નહીં, તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં શરુ થતાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય મયૂરે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA તરફથી નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો હશે. જો એનડીએ ચૂંટણી જીતશે તો નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવાશે, આમાં કોઈપણ શંકા નથી.’

આ પણ વાંચો : ઔરંગઝેબના કારણે I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડ! આદિત્ય ઠાકરેની માંગ- સપા નેતાની કરો ધરપકડ

PMએ નીતિશને લાડલા મુખ્યમંત્રી કહ્યા, પરંતુ CM ઉમેદવાર જાહેર ન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગત સપ્તાહે ભાગલપુર આવ્યા હતા. અહીં તેમણે ભાજપ-જેડીયુની સંયુક્ત રેલીનો સંબોધન કરી નીતિશ કુમાર (Bihar CM Nitish Kumar)ને લાડલા મુખ્યમંત્રી કહ્યા હતા. પરંતુ JDU આ બાબતથી ખુશ નથી. જેડીયુને આશા હતી કે, વડાપ્રધાન મોદી નીતિશને એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરશે, પણ તેવું થયું નહીં.

નીતિશને CM ઉમેદવાર બનાવવા પુત્રની માંગ

આમ તો બિહારના કોઈપણ જેડીયુ નેતાએ આ મુદ્દે વડાપ્રધાનની ટીકા કરી નથી, પરંતુ પીએમ મોદીની રેલીના એક દિવસ બાદ નીતિશના પુત્ર નિશાંત કુમારે માંગ કરી છે કે, એનડીએ આગામી ચૂંટણીમાં તેમના પિતાને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નિશાંત હજુ સત્તાવાર રાજકારણમાં જોડાયા નથી. પીએમ મોદી દ્વારા નીતિશને લાડલા કહેવા મુદ્દે નિશાંતે કહ્યું કે, ભાજપ ગઠબંધનનો ભાગ છે, તેથી વડાપ્રધાન દ્વારા માતા પિતાને આવું કહેવું સ્વાભાવિક વાત છે.

CM ફેસ મુદ્દે ભાજપ અસમંજસમાં?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જાયસવાલે કહ્યું કે, ‘બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે, પરંતુ ચૂંટણી બાદ સંસદીય બોર્ડ દ્વારા મુખ્યમંત્રીનો નિર્ણય કરવામાં આવશે. બીજીતરફ કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે, ‘અમે મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે નીતિશનું સમર્થન કરીશું.’ પટણાના એક કાર્યક્રમમાં માંઝીએ નીતિશની ઉપસ્થિતિમાં કહ્યું કે, નીતિશ કુમારના નેતૃત્વમાં NDA 243 સંસદીય બેઠકોમાંથી 225થી વધુ બેઠકો જીતશે. માંઝીએ નિશાંતના રાજકારણમાં આવવાની સંભાવનાઓનું પણ સ્વાગત કર્યું છે.

અન્ય પક્ષોનું પણ નીતિશને સમર્થન

ચિરાગ પાસવાનની આગેવાનીવાળી જનશક્તિ પાર્ટી (રામવિલાસ) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોર્ચા (RLM) સહિત અન્ય ભાજપના સાથી પક્ષોએ પણ મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે નીતિશને સમર્થન આપ્યું છે. જોકે જેડીયુના એક વરિષ્ઠ નેતાઓ કહ્યું કે, અમે તમામ લોકોના સમર્થનથી ખુશ છીએ, પરંતુ વડાપ્રધાન મોદી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સત્તાવાર રીતે નીતિશને સીએમ ઉમેદવાર તરીકે જાહેર કરે તો તે યોગ્ય રહેશે.

આ પણ વાંચો : દંપત્તિના પુત્રની હત્યા કરનાર યુપીની શહેજાદીને UAEમાં અપાઈ ફાંસી, કેન્દ્રએ દિલ્હી હાઈકોર્ટને આપી માહિતી

Tags :